બાંધકામ શાખામાં 28 કરોડના ખર્ચે 27 કામો કરાશે
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે કારોબારી ચેરમેન નરશી સોજિત્રાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના 13 રસ્તાઓના કામો મંજૂર કરાયા છે. જેમાં જેતપુર તાલુકામાં કાગવડ બાયપાસ રોડ 1.6 કિલોમીટર, પડધરી તાલુકામાં ઢોકળીયા-ખંભાળા-ન્યારા રોડથી ખંભાળા-વાજડી રોડ 700 મીટર, રાજકોટ તાલુકામાં નેશનલ હાઈવેથી કુવાડવા એપ્રોચ રોડ 1.65 કિલોમીટર, જેતપુર તાલુકામાં નવાગઢ-સરધારપુર-પાંચપીપળા રોડ 1.165 કિલોમીટર, કેરાળીપ્રેમગઢ-મેવાસા રોડ 1.25 કિલોમીટર તથા થોરાળા એપ્રોચ રોડ 315 મીટર સુધી નવો બનશે.
આ ઉપરાંત જામકંડોરણા તાલુકામાં ખાટલી એપ્રોચ રોડ, નગરનાકાથી હજુરીયા પાદરીયા રોડ, કાનાવડાળાથી દડવી રોડ, સાજડીયાળીથી ધોળીધાર રોડ, ગુંદાસરીથી બરડીયા રોડ (302મીટર) અને પડધરીના વિસામણ ગામમાં વિસામણ-જીવાપર રોડ (480 મીટર) પર સી.સી. રોડ અને સુવિધાપથ નિર્માણના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
આજે કારોબારી બેઠકમાં રૂૂ. 30.16 કરોડના ટેન્ડર અને રૂૂ. 9.47 કરોડના વહીવટી કામો મળીને કુલ રૂૂ. 39.63 કરોડના 43 કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં બાંધકામ શાખા હેઠળ રૂૂ. 28.01 કરોડના ખર્ચે 27 કામો થશે. આમાં કુલ 13 રસ્તાઓ ઉપરાંત જિલ્લાના વિવિધ ગામોમાં 52 નવી આંગણવાડી બિલ્ડીંગ અને 25 ગ્રામ પંચાયત બિલ્ડીંગ (મોટા મહિકા, બિલીયાળા, ભુણાવા, વેજાગામ, સાજડીયાળી, ત્રાગડી, કટોલીયા, વાલાધરી, મેસરપ, બેટાવડ, ભંડારીયા, વેકરી, ખડવંથી, બાંડાઘોર, જામવાડી, ધરાળા, નાગાડકા, માંડણકુંડલા, શેમળા, અનીડા, ખુડશીયા, વાવડીવીડો, કાથરોટા, પીપળીયા અને નાગલપર) ના નિર્માણનો સમાવેશ થાય છે. ગોંડલ તાલુકા પંચાયત માટે ફર્નિચર તથા રાજકોટ તાલુકામાં મેટલ અને આસ્ફાલ્ટ પેવર વર્કના કામો પણ મંજૂર કરાયા છે.
આ ઉપરાંત સિંચાઇ શાખા હેઠળ કુલ રૂૂ. 11.55 કરોડના 14 કામો મંજૂર કરાયા છે, જેમાં રૂૂ. 2.14 કરોડના 5 ટેન્ડર અને રૂૂ. 9.40 કરોડના 9 વહીવટી કામો છે. તેમાં જામકંડોરણા તાલુકાના જામદાદર માઈનોર, ઉપલેટાના પાનેલી માઈનોર, સોડવદર માઈનોર તથા રંગપર રોડ પર સાજડીયાળી ખાતે રિપેરિંગ અને કેનાલ રીનોવેશન કામો હાથ ધરાશે. આ સાથે વિંછીયાના જંડા, સેફ સ્ટેજ ટુ ફુલઝર, સરતાનપુર ખાતે બોક્સ કલવર્ટ ફ્લાય ઓવર, ધોરાજીના ગણેશ વિલેજ, કોટડાસાંગાણીના ચાંપાબેડા ખાતે પરકોલેશન ટેન્ક અને જસદણના કડુકા ખાતે સેઇફ સ્ટેજ ટુના કામો પણ થશે. મહેકમ શાખા માટે રૂૂ. 3.50 લાખના 3 કમ્પ્યુટર અને વહીવટ શાખા માટે પણ રૂૂ. 3 લાખના 2 કમ્પ્યુટર તથા પ્રિન્ટર ખરીદવાની દરખાસ્તો મંજુર કરવામાં આવી છે. જોકે કોમ્પ્યુટર અને પ્રિન્ટરની ટેન્ડર પ્રક્રિયા કર્યા બાદ તેનો સાચો ખર્ચ સામે આવશે.
રાજકોટ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન નરશીભાઈ સોજીત્રાએ જણાવ્યું કે, બેઠકમાં સિંચાઈ શાખાના 14 કામો માટે રૂૂ. 11.55 કરોડ, બાંધકામ શાખાના 27 ટેન્ડર કામો માટે રૂૂ. 28 કરોડ મંજૂર કરાયા છે. જિલ્લામાં 52 આંગણવાડી ભવન, 25 નવા ગ્રામ પંચાયત ભવન અને 13 રસ્તાના કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત મહેકમ અને વહીવટી શાખા માટે કોમ્પ્યુટર અને પ્રિન્ટર ખરીદવા રૂૂ. 3.50 લાખની મર્યાદા નિર્ધારિત કરીને મંજૂરી અપાઈ છે.
