ટુકડા ધારામાં સુધારો કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા રમેશ ટીલાળા

જમીન ખરીદ-વેચાણ વારસાઈ અને ભાગલાની પ્રક્રિયા સરળ બનશે

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ટુકડા ધારા અધિનિયમ, 1947’ અંતર્ગત એક ઐતિહાસિક અને વ્યાપક જનહિતનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત રાજ્ય સરકારે સત્તાવાર જાહેરનામું બહાર પાડીને ખેતીની જમીનના તમામ વર્ગો માટે પ્રમાણિત લધુત્તમ વસ્તાર 10 ગુંઠા એટલે કે 1012 ચોરસ મીટર નક્કી કર્યો છે. ગુજરાત સરકારના આ ખેડૂતલક્ષી અને સાહસિક નિર્ણયને રાજકોટ-70ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ ઉમળકાભેર વધાવી લીધો છે. તેમણે આ જનઉપયોગી ઐતિહાસિક સુધારા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સમગ્ર સદસ્યો અને ખેડૂત આલમ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આ અંગે વિગતો આપતા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારે હંમેશાં ખેડૂતો, સામાન્ય પ્રજાજનો અને જમીનધારકોના હિતને સર્વોપરી રાખ્યું છે. જૂના જટિલ નિયમોના કારણે ખેડૂતોને પોતાની જ જમીનના કાયદેસર ભાગલા પાડવામાં, વારસાઈ નોંધણી કરવામાં કે નાના ટુકડાઓનું ખરીદ-વેચાણ કરવામાં વહીવટી મુશ્ર્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ખેતીની જમીન માટે એકસમાન 10 ગુંઠાનો માપદંડ નક્કી થઈ જવાથી ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે.આ નિર્ણયથી જમીનના વિવાદો ઘટશે, પારદર્શિતા વધશે અને મહેસૂલી પ્રક્રિયા ઝડપીસરળ બનશે. કાયદાના આ સરળી કરણ થકી રાજ્યને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈ પ્રજાનું જીવન વધુ સુગમ બનાવવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખુબ ખુબ અભિનંદન.

રિલેટેડ ન્યૂઝ