પામ યુનિવર્સમાં 12માં માળેથી પડતું મૂકી વોટર પ્લાન્ટના ધંધાર્થીએ જિંદગીનો અંત આણ્યો
બીમારીથી કંટાળી વૃધ્ધે 12માં માળેથી મોતની છલાંગ લગાવી, ગોંડલ રોડ પર અગમ્ય કારણોસર યુવાને ફાંસો ખાઈ જીવ દીધો
રાજકોટમાં આપઘાતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે શહેરમાં પામ યુનિવર્સના 12માં માળેથી પડતું મૂકી વોટ્સ પ્લાન્ટના ધંધાર્થીએ આપઘાત કરી લેતા પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે જયારે માધાપર ચોકડી પાસે રહેતા વૃધ્ધે માનસિક બીમારીથી કંટાળી 12માં માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે તેમજ ગોંડલ રોડ ઉપર રહેતા યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ આત્મીય કોલેજની સામે નંદનવન સોસાયટીમાં પરિવારથી અલગ રહેતા 42 વર્ષીય નિમેષભાઈ પરબતભાઇ ભંડેરી ગત રાત્રિના ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર પામ યુનિવર્સ બિલ્ડિંગમાં રહેતી પોતાની એક મહિલા મિત્ર કાજલબેન સલોતને મળવા ગયા હતા. મહિલા મિત્રના ઘરે મુલાકાત કર્યા બાદ, મોડી રાત્રિના નિમેષભાઈએ બિલ્ડિંગના 12માં માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી બનાવની જાણ થતાં જ તુરંત યુનિવર્સીટી પોલીસ મથકના પીઆઇ કે.કે. ગોહિલ અને પીએસઆઇ એચે.એમ.ચાવડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો 108ની ટીમે નિમેશભાઈ ભંડારીને તપાસીને મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતાં જ મૃતક નિમેષભાઈનો પરિવાર દોડી ગયો હતો. મૃતકનો પરિવાર હરિદ્વાર સોસાયટીમાં અલગ રહે છે નિમેષભાઈના મૃત્યુથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે મોડી રાત્રે બિલ્ડિંગમાં ભારે અવાજ સાથે બનેલી આ ઘટનાને પગલે પામ યુનિવર્સ સોસાયટીના રહીશો અને સિક્યોરિટી ગાર્ડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો નિમેષભાઈએ કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા તપાસ હાથ ધરી છે પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, મૃતક નિમેષ ભંડેરી કોઈ યુવતી સાથે લિવ ઈન રિલેશનમાં રહેતો હતો. દરમિયાન ગઈ રાતે બંને વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થતા, તે જે યુવતી સાથે લિવઈનમાં રહેતો હતો, તેમની બહેનપણીના ઘરે જે પામ યુનિવર્સ બિલ્ડિંગમાં રહે છે ત્યાં ગયો હતો અને ત્યાંથી જ તેમને મોતની છલાંગ લગાવી હોવાનું સામે આવી રહ્યું છે જયારે રાજકોટની માધાપર ચોકડી પાસે ધ સ્પેસ બિલ્ડિંગમાં 12માં માળે રહેતા કિશોરભાઈ દેવચંદભાઈ મશરુ ઉ.66એ ગઈકાલે ફ્લેટની બારીમાંથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો બનાવની જાણ કરતા જ ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ એમ.એન.પીઠીયા સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં મૃતક નિવૃત્ત જીવન ગાળતા હતા અને લાંબા સમયથી માનસિક બીમારીથી પીડિત હતાં. જેથી કંટાળીને પગલું ભર્યું હોવાનું પ્રાથમિક સામે આવી રહ્યું છે વૃદ્ધના મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે જયારે રાજકોટના ગોંડલ રોડ ઉપર રહેતા અને દુકાનમાં કામ કરતા ઋત્વિક શૈલેષભાઈ ભાલુ ઉ.23 દુકાનેથી ઘરે જમવા આવ્યો ત્યારે ઘરે કોઈ હાજર ન હોય પોતે પંખામાં દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો જ્યારે માતા કામ કરીને ઘરે પરત ફરીને ઘરે આવ્યા ત્યારે દીકરો ન દેખાતા ઉપર રૂમમાં જોવા ગયા હતા જ્યાં તેમનો એકનો એક દીકરો લટકતો જોઈને માતા નિશબ્દ થઇ ગયા હતા બાદ રાજકોટ તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આપઘાત કરવા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી ઋત્વિક તેમના પિતા ભેગો તેમની ચપલની દુકાનમાં કામ કરતો હતો અને એક ભાઈ અને એક બેનમાં નાનો હતો યુવાન પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
