3.20 લાખનો મદ્દામાલ કબ્જે : ચોટીલાના બુટલેગરની શોધખોળ
શહેરની ભાગોળે બેડી ચોકડીથી બેડીગામ તરફ જતા રોડ ઉપર આવાસના મકાન પાસે પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી કારની તલાસી લેતા કારમાંથી 1.ર0 લાખની કિંમતનો 600 લીટર દેશી દારૂ મળી આવતા દારૂ અને કાર સહિત કુલ 3.ર0 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપી ખાંટડીના અમરદીપ ગોવાળીયાની શોધખોળ શરૂ કરી હતી.
દરોડાની વિગત મુજબ પીસીબી પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના સ્ટાફને બેડી ચોકડીથી બેડીગામ તરફ જતા રોડ ઉપર આવાસના મકાન પાસે એક દેશી દારૂ ભરેલ કાર ઉભી હોવાની મળે ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી કારને કોર્ડન કરી તેમાં તલાસી લેતા કારમાંથી 600 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, કાર મળી કુલ 3.20 લાખનો મુદામાલ કબ્જે કરી બુટલેગરની શોધખોળ આદરી હતી.
