પેટ્રોલ પુરાવા જતાં બનેલો બનાવ : પરિવાર પર આભ ફાટ્યું
રાજ્યભરમાં હદય રોગના હુમલાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે જેતપુરમાં 15 વર્ષના સગીરને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ દિવ્યેશભાઈ મહાલિયા નામનો 15 વર્ષનો દસમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી એકટીવા લઈને જતો હતો ત્યારે તેમનાં એકટીવા માં પેટ્રોલ ખલાસ થઈ જતા એકટીવાને દોરીને પેટ્રોલ ભરાવવા માટે લઈ જતો હતો ત્યારે દેસાઈ વાડી વિસ્તારમાં અચાનક તેમને હૃદય રોગનો હુમલો આવતા રસ્તા વચ્ચે પડી ગયો હતો તેમના મિત્રોને આ અંગેની જાણ થતા તુરત પર્વને પહેલા ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સરકારી હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેમને મૃત જાહેર કરેલ છે.
પર્વ તેમના કુટુંબમાં ત્રણ ભાઈઓ વચ્ચે એક માત્ર પુત્ર હતો તેમના પણ આ રીતે અચાનક હૃદય રોગના હુમલાથી મૃત્યુ થતાં મહાલિયા પરિવાર ઉપર આફત ફાટી પડી છે જેતપુરના સરકારી હોસ્પિટલ ઉપર તેમના કુટુંબીજનોનું કરુણ આક્રંદ લોકોથી જોયું જતું ન હતું સરકારી દવાખાનાના કર્મચારીઓની પણ આંખો ભીની થઈ ગઈ હતી આમ અચાનક જ હસતો રમતો ખેલતો પર્વ મૃત્યુ પામશે તેવી તો કોઈએ કલ્પના પણ કરી નહોતી આમ 15 વર્ષના પર્વને અચાનક હૃદયરોગ નો હુમલો આવ્યો તે પણ એક ગંભીર ઘટના ગણાય એમ ડોક્ટરોનું કહેવું છે.
