પુજીત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટ દ્વારા ડાયાબીટીસ, નિદાન કેમ્પ યોજાયો

નિષ્ણાંત તબીબો દ્વારા 366થી વધારે દર્દીઓના આરોગ્યની ચકાસણી કરાઈ

પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનના સંયુક્ત ઉપક્રમે ટ્રસ્ટના ભવન કિલ્લોલ, 1, મયુરનગર, ભાવનગર રોડ, રાજકોટ ખાતે ડાયાબિટીસ તથા આંખના દર્દો માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ તથા જરૂૂરિયાતમંદ દર્દીઓને વાંચવાના (બેતાલા) ચશ્ર્માંનું નિ:શુલ્ક વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો. આ કેમ્પમાં ઉદઘાટક તરીકે આર.કે.જૈન ફાઉન્ડેશન તથા એ.વી.આર. વિક્રમ વાલ્વઝ પ્રા. લી.ના વિક્રમભાઈ જૈન ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ટ્રસ્ટના ચેરમેન અંજલીબેન રૂૂપાણી, ગુજરાતના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, આંખના રોગોનાં નિષ્ણાંત ડો.અનિમેષ ધ્રુવ ડો.મનોજ ભટ્ટ, ડો.દર્શન ભટ્ટ, ડો.અનુપ્રિયા કોહલિ ભટ્ટ, ડાયાબિટીસ રોગોનાં નિષ્ણાંત ડો.બીરજુ મોરી તથા ડો.વિષ્ણુ વન્દુર ઉપરાંત ડો.ગૌરવીબેન ધ્રુવ, રોટરી ક્લબનાં પ્રમુખ ટ્વિન્કલ મહેતા, રાજકીય આગેવાન વલ્લભભાઈ દુધાત્રા, યોગરાજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઠાકુર, રમેશભાઈ ઉંધાડ, રાજુભાઈ લીલા, હરિભાઈ રાતડીયા, રસીલાબેન સાકરિયા, ધર્મિષ્ઠાબેન પરમાર, માધવીબેન બદ્રખીયા, સોનલબેન સેલારા, ધારાબેન વૈષ્ણવ, કિન્નરીબેન ચૌહાણ, જોશનાબેન ટીલાળા, કિરણબેન હરસોડા, કંચનબેન સિદ્ધપુરા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ટ્રસ્ટની પરંપરા અનુસાર કેમ્પની શરૂૂઆતમાં અત્રે પધારેલ મહાનુભવો તથા ડોક્ટર્સનું ટ્રસ્ટના ચેરમેન અંજલીબેન રૂૂપાણી તથા કાર્યકરો સર્વ દિવ્યેશભાઈ અઘેરા, કેતનભાઇ મેસવાણી, હરીશભાઈ શાહ, ગીતાબેન વસા, ભાવિનભાઈ ભટ્ટ, સાગરભાઇ પાટીલ, એન.જી. પરમાર. રવજીભાઈ દવેરા, મહેશભાઈ પરમાર, મુકેશભાઈ મહેતા વગેરે દ્વારા ઉપસ્થિત મહાનુભવોનું બુકે થી સ્વાગત કરેલ હતું. ડાયાબિટીસ અને આંખના રોગોનું નિદાન કાર્યક્રમમાં ટ્રસ્ટના સ્વાગત પ્રવચન તથા કાર્યક્રમનું સંચાલન કાર્યકર્તા હસુભાઈ ગણાત્રાએ કર્યું હતું જ્યારે આભારવિધિ ડો.નયન શાહે કરી હતી. આજના આ કાર્યક્રમમાં ડાયાબિટીસના 82 દર્દીઓ તથા આંખના રોગોના 284 દર્દીઓ તથા વિનામૂલ્યે વાંચવાના (બેતાલા) ચશ્ર્માનું વિતરણનું 254 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમને યશસ્વી બનાવવા ચેરમેન અંજલીબેન રૂૂપાણી, ટ્રસ્ટી મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂૂપાણીના માર્ગદર્શન અંતર્ગત કાર્યકર્તાઓ ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડો.નયન શાહ, દિવ્યેશભાઈ અઘેરા, કેતનભાઈ મેસ્વાણી, ગીતાબેન વસા, મુકેશભાઈ મેહતા, હરીશભાઈ શાહ, એન.જી.પરમાર, રાજુભાઈ શેઠ, ઉમેશભાઈ કુંડલીયા, કિશોરભાઈ ગમારા, હરેશભાઈ ચાંચીયા, દિલીપભાઈ મીરાણી, કિશોરભાઈ ગાંગાણી, જીજ્ઞેશભાઈ રત્નોતર, કિરીટભાઈ પરમાર, રવજીભાઈ દવેરા, રાજુભાઈ ભટ્ટ, જયદીપભાઈ ગોહેલ, નિધીબેન કાપડિયા, ભરતભાઈ કાપડિયા, અશીષભાઈ દાવડા ઉપરાંત ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, કો-ઓર્ડીનેટર સાગરભાઈ પાટીલ કર્મચારીઓ ડો.ગ્રીષ્મા માલવિયા, ડો.સલોની ડોડીયા, ડો.જસ્મિતાબેન ચાવડા, શિતલબા ઝાલા, પ્રીતીબેન મેહતા, ધાનીબેન મકવાણા, વર્ષાબેન મકવાણા, પદ્માબેન ચુડાસમા, આરતીબેન લાલકીયા, રીનારાની શીંગ, હાજરાબેન બુમ્ભાણીઠેબા, હેતલબેન પરમાર, કાન્તીભાઈ નિરંજની, અનિલભાઈ ચાવડા, પ્રવીણભાઈ વેકરીયા, નયનાબેન ડાભી, રીમાબેન વગેરેએ જહેમત ઉઠાવેલ હતી. વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.0281-2704545 દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ