ફુટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટની ટીમ ગાંધીનગર જશે

મોરબી અને જામનગરની ટીમ સામે મુકાબલો

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત જૂનિયર બોય્જ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026 ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત જૂનિયર બોય્જ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ- 2026નું આયોજન ગાંધીનગર ખાતે તારીખ 25.08.2026થી 02.09.2026 દરમિયાન કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટમાં રાજકોટ જીલ્લા સહીતની ગુજરાતના 21 જીલ્લાની ટીમો સબ-જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલ છે. બધી ટીમોને 7 ગ્રુપમાં વહેચવામાં આવેલ છે. ગ્રુપ સ્ટેજ ના મેચ આજ રોજ થી ચાલુ થયેલ છે રાજકોટની ટીમ તારીખ 27.08.2026ના રોજ રવાના થસે અને 28.08.2026ના રોજ પ્રથમ મેચ મોરબી સામે, બીજો મેચ તારીખ 29.08.2026ના જામનગર જિલ્લાની ટીમ સામે રમશે. રાજકોટ જિલ્લાની ટીમમાં રેહાંસ ભુટાની, ધાર્મિત શાહ, ધૈર્ય ભટ્ટ, વિહાન રૂૂઘાની, જક્ષ બરંડા, અયાન કાશવાની, પ્રાંશું પધાડીયા, માનવીરસિંહ જાડેજા, આરવ અંકોલા, કૃષ્ણરાજસિંહ જાડેજા, જિનય મેહતા, હેનિલ કનેરિયા, વિયાન ઉપાધ્યાય, અર્ણવ શર્મા, મયંક નાયક, અંશ ગીરી, વિરભદ્ર ત્રિવેદી, પ્રેમકુમાર અરમૂરગન, આરવ પરમાર અને રુદ્રારાજસિંહ ગોહિલ છે. ટીમની સાથે મેનેજર જયકિશન કાચા અને કોચ સંજય પંડ્યાને નિયુકત કરવામાં આવેલ છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, બી. કે. જાડેજા, સેક્રેટરી રોહિત બુંદેલા અને અમૃતલાલ બૌરાસી, દિપક યશવંતે, અમીત સિયાળીયા, યુવરાજ પૂન, મોન્ટુ ગુરુગ, મંદીપસિંહ બારડ સહિતના એસોસિએશનના સભ્યો દ્વારા ટીમને સુભેચ્છા પાઠવવામા આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ