પોલીસમાં કેમ પકડાવ્યો? તેમ કહી હુમલો કરનાર શખ્સોની શોધખોળ
રેલનગરના શિવાલય ચોકમાં સંકલ્પ સિદ્ધ એપાર્ટમેન્ટમાં રહેતા અને મોબાઇલ એક્સેસરીઝનો વેપાર કરતા જયેશ ઉર્ફે જેકી જગદીશભાઇ મેધાણી (ઉ.વ.32)ને તે મને પોલીસમાં પકડાવ્યો છે તેમ કહી ત્રણ આરોપી શાહરૂૂખ સીરાજ જુણેજા, મોહિત તનીયા (રહે. બંને રેલનગર) અને વિશાલ પૂજારાએ ધોકા અને પાઇપ વડે આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પ્ર.નગર પોલીસમાં નોંધાઇ છે.
ફરિયાદમાં જયેશે જણાવ્યું છે કે, ગઈ તા.24ના રાતના 11:30 વાગ્યે વિશાલે કોલ કરી મળવાની વાત કરતા ફ્લેટ નીચે ઉતર્યો હતો. થોડી વાર બાદ વિશાલ એક મહિલા સાથે આવી પહોંચ્યો હતો. બંને વાતચીત કરતા હતા તેવામાં શાહરૂૂખ અને મોહિત એક્સેસ ઉપર ધસી આવ્યા હતા. આવીને તેને બેફામ ગાળો ભાંડી શાહરૂૂખે કહ્યું કે, તે મને પોલીસમાં કેમ પકડાવ્યો છે. ત્યારબાદ બંને આરોપીઓએ મારકૂટ શરૂૂ કર્યા બાદ પીવીસીના પાઇપના આડેધડ ધા ઝીંક્યા હતા. તે વખતે વિશાલે તેને પકડી રાખ્યો હતો. શાહરૂૂખે તેના પ્રાઇવેટ પાર્ટમાં પાટા માર્યા હતા. દેકારો થતાં તેની પત્ની ક્રિષ્ણા નીચે દોડી આવી હતી. તે વખતે શાહરૂૂખે કહ્યું કે, અત્યારે તારા ઘરના આવી ગયા એટલે બચી ગયો છો, હવે તું ગમે ત્યાં રસ્તામાં ભેગો થઈશ એટલે તને મારી નાંખીશ. સિવિલમાં સારવાર લીધા બાદ આજે ફરિયાદ નોંધાવી હતી.
