રાજકોટમાં 7 માસનો માસુમ ઘોડીયામાંથી પટકાતા મોત

બાળકને સારવારમાં ખસેડાયો પણ જીવ ન બચ્યો: પરિવારમાં કલ્પાંત

રાજકોટમાં ટીલાળા ચોકડી પાસે કામ કરતા શ્રમિક પરિવારનો સામ મહિનાનો માસુમ બાળક રમતા રમતા ઘોડીયામાંથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ટીલાળા ચોકડી પાસે રામજીભાઇ વેકરીયાના શેડમાં કામ કરતા શ્રમિક પરિવારનો રીતેશ ઇરાભાઇ ભુરીયા નામનો 7 માસનો માસુમ બાળક ઘોડીયામાં રમતો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા બાળકનેતાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક બાળકનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની હતો અને બે ભાઇ બે બહેનમાં નાનો હતો. આ બનાવ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ