હોસ્પિટલમાંથી રજા અપાઈ : અમદાવાદના સેવકના નિવાસ સ્થાને સંતમિલન
ગઘેથળ ગાયત્રી આશ્રમના પુ. લાલબાપુને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે અને હાલ તેમની તબિયત સુધારા ઉપર છે ત્યારે વિશ્ર્વભરમાં રામકથાથી રામનામનો મહિમા ગુંજાવતા સંત મોરારીબાપુ વિદેશ યાત્રાએથી પરત ફરીને અમદાવાદ ખાતે ગાયત્રી આશ્રમના સંત લાલબાપુ ના ખબર અંતર પૂછ્યા હતા આ તકે રાજુભગતે બાપુના સ્વાસ્થ્ય વિશે મોરારી બાપુને માહિતગાર કર્યા હતા. અમદાવાદની રેડિયન્સ હોસ્પિટલ ખાતે પ્રોસ્ટેટની સારવાર બાદ તબિયતમાં સુધારો આવતા પૂજ્ય લાલ બાપુ અમદાવાદ ખાતે સેવક રાજુભાઈ ગજેરા ના નિવાસ્થાને થોડા સમય માટે રોકાયા છે. મોરારીબાપુ હાર્વર્ડ યુનિવર્સિટીમાં રામકથા પૂર્ણ કરી ભારત પરત ફર્યા હતા. આ અગાઉ બાપુ જ્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ત્યારે વિદેશથી વિડીયો કોલ મોરારી બાપુએ પૂજ્ય લાલબાપુના ખબર અંતર પૂછી મંગલ સ્વાસ્થ્યની શુભકામના વ્યક્ત કરી હતી. ભારત પરત આવેલ મોરારી બાપુએ અમદાવાદ સેવક રાજુભાઈ ગજેરા ના નિવાસ્થાને જઈ રૂૂબરૂૂ મુલાકાત કરી પૂજ્ય લાલબાપુની તબિયતમાં સુધારો નિહાળી મોરારીબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બે સંતોના સાનિધ્યથી દિવ્યતા છવાઈ ગઈ હતી. ઉપસ્થિત સાધુ સંતો અને તે વખતે વંદના કરી હતી. સમગ્ર દેશમાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપરાંત વિવિધ આશ્રમોના સંતો મહંતોએ બાપુ મંગલ સ્વાસ્થ્ય માટે કામના કરી હતી આ પૂર્વે સ્વામી હરિપ્રકાશ તથા વિવેક સ્વામી, સારંગપુર, જીગ્નેશ દાદા વગેરે બાપુના ખબર અંતર પૂછ્યા હતા.ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ અમેરિકામાં હતા ત્યારે લાલ બાપુના વિડીયોકોલથી ખબર અંતર પૂછ્યા હતા .નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રૂૂબરૂૂ હોસ્પિટલ આવી ગાયત્રી મંત્રના દિવ્ય સુરો સાથે બાપુના સ્વાસ્થ્ય માટે મંગલ પ્રાર્થના કરી હતી, તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂૂપાલા, લોકસભા સભ્ય પૂનમબેન માડમ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા,ૉ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર જ્યોતિરાદીત્યસિંહ (ગણેશભાઈ ગોંડલ), રાજદીપસિંહ જાડેજા (રીબડા) સહિત ગુજરાતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને સમાજના આગેવાનોએ લાલબાપુના ખબર અંતર પૂછ્યા હતા. રેડિયન્સ હોસ્પિટલના સુપ્રસિધ્ધ ડોક્ટર અપૂર્વ વ્યાસ અને ટીમ દ્વારા લાલ બાપુની સફળ સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા મળતા હાલમાં લાલ બાપુ અમદાવાદ ખાતે થોડા સમય માટે સેવક રાજુભાઈ ગજેરા ના નિવાસસ્થાને રોકાયા છે.
