સિંગતેલ સહિત ભાવો સ્થિર

સિંગતેલ સહિત અન્ય તેલોમાં ભાવ સ્થિર રહ્યા હતા. મગફળી બજારમાં ભાવમાં પ્રમાણમાં ફેરફાર જણાતો હતો.ચણા બેસન બજારમાં સ્થિરતા હતી જ્યારે એરંડા બજારમાં આવક ઘટતાં ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે.
મગફળી
મગફળી બજારમાં આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને ભાવમાં સ્થિર વલણ જણાતું હતું. જૂનાગઢમાં 2,000 ગુણીની આવક હતી. જેમાં પિલાણના 26,700, જી 10 32,700, જી20 32,700 અને ટીજે 37 33,000 ઉપર જણાતા હતા.
સિંગખોળ રૂ.35,000 ઉપર રહ્યો હતો.
ખાદ્યતેલ
સિંગતેલ સહિત અન્ય ખાદ્યતેલમાં ભાવમાં સ્થિર વલણ રહ્યું છે.
રાજકોટમાં સીંગતેલના ભાવ. 15 કિગ્રા ટીન 2895- 2945, 13 કિગ્રા લેબલ ટીન 2595 – 2845, સાઈડ તેલોમાં કપાસિયા તેલ 15 કિગ્રા નવા ટીન 2785 – 2835, 13 કિગ્રા નવા ટીન 2515- 2565 ઉપર જણાઈ રહ્યા છે. વનસ્પતિ તેલ 2320 – 2360, પામોલિન તેલ રૂ. 2370 – 2375, કોપરેલ 4050 – 4100, દિવેલ 2420 – 2450, કોર્ન 2410 – 2430, મસ્ટર્ડ ઓઇલ 2660 – 2740 અને સન ફલાવરના ભાવ 2630 – 2650 ઉપર જણાતા હતા.
ચણા બેસન
ચણા બેસન બજારમાં સતત સ્થિરતા જોવા મળી રહી છે. ભાવમાં ખાસ ફેરફાર નહીં થતા વેપારીઓમાં પણ નિરાશા જોવા મળી છે.
એરંડા
એરંડા બજારમાં ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી છે. દિવેલના ભાવ 1461 – 1471 ઉપર નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં 100 થી 150 ગુણી આવક હતી જેના ભાવ 1400 થી 1450 રહ્યા હતા. ગુજરાતમાં 20,000 થી 22,000 ગુણી આવક હતી જેના ભાવ 1440 થી 1470 રહ્યા હતા. મુખ્ય પીઠમાં જગાણા 1493, કડી 1485- 1490 કંડલા 1475 – 1480, શાપુરના ભાવ 1475 – 1480 અને ગિરનારના ભાવ 1475 – 1480 ઉપર જોવા મળ્યા છે.

રિલેટેડ ન્યૂઝ