વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ – રાજકોટ દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની 41મી ભવ્ય ધર્મસભા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા પૂર્વે 4 સપ્ટેમ્બરના રોજ સવારે 8:00 કલાકે મવડી ચોકડી ખાતે ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મસભામાં જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ ભક્તિ પ્રકાશદાસજી સ્વામી (હિંદુ રાષ્ટ્રહિત રક્ષક, સ્વામીનારાયણ સનાતન આશ્રમ, ખીરસરા) એકત્રિત થયેલા શહેરીજનોને આશીર્વચનની સાથે હિંદુ સમાજમાં સમરસતા અને એકતાનો બોધ આપશે. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના રાજકોટ મહાનગરના કાર્યવાહ ડો.અશિષ શુક્લાજી ધર્મસભાને સંબોધશે. અંતમા ધર્મસભાના મુખ્ય વક્તા શંકરભાઉ ગાયકર જેઓ વિહિપના કેંદ્રિય મંત્રી અને રાષ્ટ્રીય પ્રવક્તા છે તેઓ ઉપસ્થિત રહી શહેરીજનોને વિસ્તૃત પ્રશંગોરુપ ઉદબોધન આપીને હિંદુ સમાજને આવનારા સમયની રાહ બતવશે અને નશા મુક્ત ભારત બનાવવા માટે યુવાનો અને યુવતીઓ ને આહવાન કરશે. ઉપરાંત અનેક સંતો મહંતો આ ધર્મસભામા સંદેશાત્મક રીતે ઉપસ્થીત રહીને હિંદુ સમાજને સંગઠીત અને સમરસ બનવા માટે આહવાન કરશે. ઉપરાંત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના માર્ગદર્શક સમીતીના સભ્યો માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂૂપારેલીયા, પ્રતાપભાઇ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઇ મકવાણા, વસંતભાઇ લીમ્બાસીયા, રાજુભાઇ જુંજા, રાહુલભાઇ જાની ઉપરાંત અનેક સામાજીક અને રાજકીય અગ્રણીઓ અને મહાનુભાવો ઉપરાંત અસંખ્ય ધર્મપ્રેમી શહેરીજનો ઉપસ્થીત રહેશે. ત્યારબાદ ધર્માધ્યક્ષ પરમ પૂજ્ય ભક્તિ પ્રકાશદાસજી સ્વામીના હસ્તે મંત્રોચ્ચાર અને વૈદિક પરંપરા અનુસાર શાસ્ત્રોક્ત વિધી બાદ શોર્ય નો કેસરિયો ધ્વજ ફરકાવીને સવારે 8:30 કલાકે શોભાયાત્રા પ્રસ્થાન કરાવાશે અને ત્યારબાદ રાજકોટ શહેરના ઐતિહાસિક માર્ગો પરથી પસાર થતી આ શોભાયાત્રા બપોરે અંદાજે 3:30 કલાકે પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે બાલક હનુમાન મંદીર ખાતે પૂર્ણ થશે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની આ ભવ્ય શોભાયાત્રા દરમિયાન રાજકોટ શહેરના હજારો ધર્મપ્રેમી અને કૃષ્ણઘેલા ભક્તોને કાનુડાના વિવિધ સ્વરૂૂપોની મનમોહક ઝાંખીઓના દર્શન થશે. ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા, જીવનદર્શન, ધર્મ અને સંસ્કૃતિના સંદેશને ઉજાગર કરતી વિવિધ ઝાંખીઓ, ભક્તિમય વાતાવરણ અને ઠેર-ઠેર સ્વાગતસન્માનના કાર્યક્રમો આ શોભાયાત્રાનું વિશેષ આકર્ષણ બની રહેશે.
રિલેટેડ ન્યૂઝ
-
ગોંડલમાં જેટકોના સબ સ્ટેશનમાં જરખ ઘુસી જતા ભારે દોડધામ મચી
ચાર કલાક રેસ્કયુ કરતુ વનવિભાગ, જંગલમાં મૂકત કરાયું ગોંડલ-જેતપુર રોડ પર આવેલા જેટકોના 220 કે.વી. સબ... -
સિંગતેલ સહિત ભાવો સ્થિર
સિંગતેલ સહિત અન્ય તેલોમાં ભાવ સ્થિર રહ્યા હતા. મગફળી બજારમાં ભાવમાં પ્રમાણમાં ફેરફાર જણાતો હતો.ચણા બેસન... -
પડધરી નજીક 3.43 લાખના 1200 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી
ધ્રોલથી હરીપર વચ્ચે નંખાતી 33 કે.વી. લાઈનમાંથી કેબલ ચોરાયો: અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ રાજકોટ-જામનગર હાઇવે પર...
