રાજકોટમાં વરસાદ ખેંચાતા સપ્તાહમાં રોગચાળાના કેસમાં ધરખમ ઘટાડો

તાવ, શરદી, ઉધરસ સહિતની 1500થી વધુ દર્દી મનપાના ચોપડે નોંધાયા

ચોમાસાની ઋતુ અને ઋતુજન્ય ફેરફારો વચ્ચે શહેરમાં રોગચાળો વકરે નહીં તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સઘન ચેકિંગ અને અટકાયતી પગલાં શરૂૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં તા. 24 થી 30 ઓગસ્ટ દરમિયાન હાથ ધરાયેલી કામગીરીમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગોના નિયંત્રણ માટે શહેરભરમાં વ્યાપક સર્વેલન્સ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે.આ સપ્તાહ દરમિયાન આરોગ્ય શાખાની ટીમો દ્વારા શહેરના કુલ 89,268 ઘરોમાં પોરાનાશક કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે સંવેદનશીલ વિસ્તારો અને ગીચ વસ્તી ધરાવતી સોસાયટીઓના 584 ઘરોમાં વહિકલ માઉન્ટેડ તથા પોર્ટેબલ મશીનો દ્વારા ફોગિંગ કરવામાં આવ્યું છે. મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો અટકાવવા માટે બાંધકામ સાઇટ, હોસ્પિટલ, શાળાઓ, હોટેલ્સ અને સ્ક્રેપના ડેલા સહિત 381 બિન- રહેણાંક પ્રીમાઇસીસની તપાસ હાથ ધરાઈ હતી. નિયમોનું ઉલ્લંઘન કરી મચ્છરોની ઉત્પત્તિ જણાતા રહેણાંકમાં 212 અને કોમર્શિયલ ક્ષેત્રના 61 મળી કુલ 273 આસામીઓને નોટિસ પાઠવી વહીવટી ચાર્જ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોગ્ય વિભાગના સાપ્તાહિક આંકડા મુજબ, શહેરમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુનો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે, જે સાથે ચાલુ વર્ષ 2026માં ડેન્ગ્યુના કુલ કેસોનો આંક 23 પર પહોંચ્યો છે. સદનસીબે, આ સપ્તાહમાં મેલેરિયા કે ચિકનગુનિયાનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી. ડેન્ગ્યુ ફેલાવતો એડિસ મચ્છર દિવસના સમયે કરડતો હોવાથી જાહેર સ્થળોએ સાવચેતી રાખવા તંત્ર દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ, પાણીજન્ય રોગોની રોકથામ માટે અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા 1,77,681 જેટલી વસ્તીને આવરી લેતો ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યો હતો. પીવાના પાણીની શુદ્ધતા ચકાસવા માટે 2,340 જેટલા ક્લોરીન ટેસ્ટ (છઈ ઝયતિ)ં કરવામાં આવ્યા હતા તથા નાગરિકોને પાણી શુદ્ધિકરણ માટે 4,362 ક્લોરીન ટેબ્લેટ્સ અને 792 ઓ.આર.એસ. પેકેટ્સનું વિતરણ કરાયું હતું. આ સમયગાળા દરમિયાન શરદી-ઉધરસના 767 કેસ, સામાન્ય તાવના 654 કેસ અને ઝાડા- ઉલટીના 140 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ટાઈફોઈડના 2 કેસ સામે આવ્યા છે, જ્યારે કમળો, મરડો કે કોલેરાનો કોઈ નવો કેસ નોંધાયો નથી. મનપા તંત્ર દ્વારા શહેરીજનોને પોતાના ઘર અને આસપાસના પરિસરમાં પાણી ભરાવા ન દેવા અને સ્વચ્છતા જાળવી રોગમુક્ત રાજકોટ બનાવવા સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ