ગોંડલમાં સતત હોર્ન મારવાની ના પાડતા દંપતિ, સંબંધી પર પોલીસ ટોળકીનો હુમલો

ધમકી, મારમાર્યા અંગે સાત શખ્સો વિરૂદ્ધ રાયોટ સહિત કલમો હેઠળ ગુનો નોંધાયો

ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો
ગોંડલમાં મહિલા, તેના પતિ અને સંબંધીને માર મારનાર પોલીસમેને ખાખીનું પણ સન્માન જાળવ્યું ન હતું. મારામારીને પગલે પીસીઆર ટીમ ઘટનાસ્થળે દોડી આવી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન પોલીસમેન આણી ટોળકીએ જનરક્ષક પીસીઆરનો સરકારી ફોન આંચકી તોડી નાખ્યો હતો જે અંગે ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ ચાવડાએ ફરીયાદ નોંધાવતા ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો છે.

ગોંડલમાં રાત્રિના સમયમાં કાર લઈને નીકળેલા કથિત પોલીસમેનને સતત હોર્ન નહિ વગાડવાનું કહેનાર એક્ટિવા ચાલક મહિલા, તેણીના પતિ અને સંબંધી પર પોલીસમેન સહીતની ટોળકીએ હુમલો કરી બેફામ માર માર્યો હતો. દંપતીને ખૂનની ધમકી આપનાર પોલીસમેન સહીત સાત શખ્સો સસમે ગોંડલ સીટી પોલીસે રાયોટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
બનાવ અંગે ગોંડલ ભગવતપરા ગેટવાળી શેરી નં.23/14 માં રહેતાં નર્મદાબેન મીથુનભાઈ પરમાર (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહેન્દ્ર ઉર્ફે કાલુ ખીમસુરીયા, કપીલ ચાંડપા, માનવ રાજા ખીમસુરીયા, સની ખીમસુરીયા, રવી દુલા પરમાર, મીલન રાજા ખીમસુરીયા અને ગીલી ડાંગરનું નામ આપતાં પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી ઘરકામ છે. તેઓને સંતાનમા એક દિકરો મહેન્દ્ર છે. ગઈ તા.30 ના રાતના આશરે દસેક વાગ્યે તેઓ અને સબંધી રાજકોટના વિશાલભાઇ દાફડા બંને એકટીવા લઈને ઘરેથી નિકળીને ગોંડલ રેલ્વે સ્ટેશન બાજુ જતા હતા. સવા દસ વાગ્યાની આજુબાજુ ગોંડલ માંધાતા સર્કલ પહેલા આવેલ બાબા પાન નામની દુકાન પાસે પહોચતા ત્યા પાછળ એક ફોરવ્હીલ ગાડી આવતી હતી, જે હોર્ન મારતા હતા. જેથી ફોરવ્હીલ વાળાને સાઇડ આપી દિધેલ બાદ ફોરવ્હીલ બાજુમાથી નિકળેલ જેથી તેણીએ જોયેલ તો આ ગાડી તેઓના વિસ્તારમાં રહેતો અને પોલીસમા નોકરી કરતા મહેન્દ્રભાઈ ઉર્ફે કાલી ખીમસુરીયા ચલાવતા હતા.
તેમજ કારમાં કપીલભાઈ ચાંડપા, જગાભાઈ રાઠોડનો દિકરો બેઠો હતો. જેથી તેને બીન જરૂરી હોર્ન ન મારવાની વાત કરતાં મહેન્દ્ર ઉર્ફે કાલી ગાળો આપવા લાગતાં તેને ગાળો આપવાની ના પાડતા મહેન્દ્રભાઈ તથા કપીલ ચાંડપા ઉશકેરાઈ ગયેલ અને તેઓ બંનેને આડેધડ શરીરે ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતાં. ત્યારે સામાવાળા સાથે રહેલ જગાભાઇનો દિકરો છુટા પાડતો હતો. જેથી વિશાલભાઈએ તેણીના પતિને ફોન કરીને જાણ કરેલ અને 100 નંબરમા ફોન કરેલ હતો. આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે કાલુ ખીમસુરીયા તેના મીત્રોને ફોન કરીને બોલાવતો હતો. થોડીવારમા મહિલાના પતિ તથા દિકરો આવી ગયેલ હતા. મહેન્દ્ર ઉર્ફે કાલુ ખીમસુરીયાએ બોલાવેલ શખ્સો જેમા માનવ ખીમસુરીયા, ગીલી ડાંગર, શની ખીમસુરીયા, રવી પરમાર તથા મિલન પરમાર ઘસી આવેલ અને ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી અને તેણીના પતિ તેમજ સાથેના વિશાલભાઈ દાફડાને માર મારવા લાગેલ હતાં.
દરમિયાન 112 પોલીસની ગાડી ત્યાથી નિકળતા તેણીએ તેઓની ગાડી ઉભી રખાવેલ અને તેઓની પાસે પોલીસ મદદ માંગેલ 112 પોલીસ વાળાએ તેઓને વધુ મારમાથી બચાવેલ અને આ પોલીસ વાળા તેના મોબાઇલ ફોનમા વિડીયો ઉતારતા હતા તે મોબાઇલ ફોન આ લોકોમાથી કોઇકે આંચકીને નિચે પછાડી તોડી નાખેલ હતો બાદ આ બધા લોકો ત્યાથી જતા રહેલ અને જતા જતા મહેન્દ્રભાઈ ઉર્ફે કાલુ ખીમસુરીયાએ ઘમકી આપલે કે, આ વખતે તો તમો બચી ગયા બીજીવાર સામા મળશો તો જાનથી મારી નાખીશ. જે બાદ ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પીટલમાં ખસેડેલ હતાં. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

રિલેટેડ ન્યૂઝ