શહેરની 44 પેઢીમાં દરોડા : 17 સ્થળેથી મનપાને શંકાસ્પદ વસ્તુના નમુના લીધા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતા એકમો અને તેમાં વપરાશમાં લેવાતા રો-મટીરીયલમાં ભેળસેળ અટકાવવાના હેતુથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કડક સર્વેલન્સ કામગીરી દરમિયાન શહેરની કુલ 44 પેઢીઓની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક અને વાસી એવો અંદાજિત 52 કિલો અખાદ્ય જથ્થો ઝડપાતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સ્ટોરેજ, લાયસન્સ અને અસ્વચ્છતા (હાઈજેનિક ક્ધડીશન) બદલ 3 પેઢીઓને દંડનીય નોટિસ ફટકારવામાં આવી હતી અને રૂૂ.3,500નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમ દ્વારા 150 ફીટ રીંગ રોડ પર આવેલી ’કૃષ્ણમ કાઠિયાવાડી’ પેઢીમાં તપાસ કરતા વાસી ચટણી, બાંધેલો લોટ અને પ્રિપેર્ડ ફૂડનો 20 કિલો જથ્થો મળી આવ્યો હતો, જેનો નાશ કરીને રૂૂ. 1,000નો દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત નાગરિક બેંક વાળી શેરીમાં સ્થિત ધ સ્વીટ નમકીન સ્નેક્સમાંથી મકાઈ વાળા લોટમાંથી બનાવેલી પેટીસ, મકાઈ સ્ટાર્ચ અને બટાટાના સ્ટાર્ચ વાળો માવો મળીને 32 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો હતો અને રૂૂ. 2,000નો ચાર્જ વસૂલ કરી નોટિસ અપાઈ હતી. નાના મવા મેઈન રોડ પર આવેલી ’શ્રી લક્ષ્મી સ્વીટ ફરસાણ’ને પણ લાયસન્સ અને ગંદકી મુદ્દે નોટિસ આપી રૂૂ. 500નો દંડ કરાયો હતો. તંત્ર દ્વારા ભેળસેળની આશંકાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (ઋજજ) એક્ટ હેઠળ જુદી જુદી પેઢીઓમાંથી કુલ 17 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ અર્થે કબજે કરવામાં આવ્યા હતા. જેમાં ફરાળી પેટીસ માટેનો લોટ, તીખા ગાંઠિયા, પાપડી, નાયલોન સેવ, શક્કરપારા, ગુલાબપુરી, મેથી વાળા ગાંઠિયા, સેવ બુંદી અને ભાવનગરી ગાંઠિયા જેવી ખાદ્ય વાનગીઓનો સમાવેશ થાય છે. તપાસ ટીમે ગુરુપ્રસાદ ચોક, રૈયા રોડ, કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ પર આવેલા શ્રી રામેશ્ર્વરમ મદ્રાસ કાફે, બડીઝ પીઝા, બર્ગર કિંગ અને પટેલ વિહાર રેસ્ટોરન્ટ સહિતના 44 ઓચિંતા સ્થળ તપાસના એકમોમાં પણ ચકાસણી હાથ ધરી હતી. મહાનગરપાલિકાના ડેઝિગ્નેટેડ ઓફિસરની આગેવાનીમાં હાથ ધરાયેલી આ ઝુંબેશથી ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
