સ્વાધ્યાય પરિવારના લાખો યુવાનોના સહભાગથી પથનાટ્ય દ્વારા ઉજવાઈ રહેલી જન્માષ્ટમી

ભારત સહિત અમેરિકા, ઇંગ્લેન્ડ, આફ્રિકામાં ઉજવણી

વૈશ્વિક સ્વાધ્યાય કાર્યના પ્રવર્તક પદ્મવિભૂષણ પાંડુરંગ શાસ્ત્રીઆઠવલે (પૂજનીય દાદાજી)ની પ્રેરણાથી સ્વાધ્યાય પરિવારનો યુવાવર્ગ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવદર વર્ષે અનોખી રીતે ઉજવે છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ માત્ર મટકી ફોડીને ન ઉજવતાં તેમના વિચારો સમાજના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે દાદાજીએ યુવાનોને પથનાટ્યની સંકલ્પના આપી. આજે દાદાજીના સુપુત્રી અને સ્વાધ્યાય કાર્યની ધુરા સંભાળનારા શ્રીમતી ધનશ્રી શ્રીનિવાસ તળવલકર (પૂજનીય દીદીજી)ના માર્ગદર્શનથી, પથનાટ્યના માધ્યમથી લાખો યુવાનો દેશવિદેશમાં આ વિચાર લઈને પહોંચી રહ્યાં છે. જન્માષ્ટમીની ઉજવણી માટે ભજવાઈ રહેલાં પથ નાટ્યનો આ પ્રયોગ છેલ્લાં વર્ષોવર્ષોથી નિરંતર ચાલી રહ્યો છે.
આ વર્ષે દેશભરના 15 રાજ્યોમાં તેમજ ઈંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, બેંગકોકજેવા 15 થી વધુ દેશોમાં યુવાનોની અંદાજે 17,000 ટીમો એટલેકે લગભગ પોણા બે લાખ યુવાનો’ હમને હૈ માખન ખાયા આ પથનાટ્ય વડે સૌને વિચાર કરવા માટે પ્રવૃત્ત કરવાના છે. વિવિધ ભાષાઓમાં આ પથનાટ્ય 29 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2026ના દરમ્યાન રજૂ કરવામાં આવશે. વિશેષ વાત એ છે કે કોઈ પણ પ્રલોભનો વિના, નિરપેક્ષ રીતે પોતાનું શિક્ષણ, નોકરી, વ્યવસાય સંભાળીને અને આ બધામાંથી સમયકાઢીને આ યુવાનો પથનાટ્ય ભજવતાં હોય છે. આજે દુર્ભાગ્યે જન્માષ્ટમી માત્ર દહીંહાંડીની થર, એની ઊંચાઈ, ઝગમગાટ અને તેના માટે લાખોનાં ઈનામો સુધી જ સીમિત થઈ ગઈ છે. આવા વિપરીત સમયમાં ઉત્સવની ખોટી બાબતોની માત્ર ટીકા કરતા ન બેસતા, સ્વાધ્યાય પરિવારના લાખો યુવાનો જન્માષ્ટમી નિમિત્તે છેલ્લા 24 વર્ષથી કોઈ પણ ભૌતિક અપેક્ષા વિના પથનાટ્યો રજૂ કરે છે, એ દૃશ્ય નિશ્ચિતપણે આશા જનક છે!

રિલેટેડ ન્યૂઝ