બાલકૃષ્ણ લાલજી હવેલીના કીર્તન યોજાયા : ડેલાવાળા પરિવાર દ્વારા શ્રીનાથજી ફાર્મમાં ઉજવાયો પંચામૃત મહોત્સવ
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને સમગ્ર ડેલાવાળા પરિવાર દ્વારા તાજેતરમાં પંચામૃત મહોત્સવનું આયોજન ભાવનગર રોડ ઉપર વિઠ્ઠલવાવ ખાતે આવેલા શ્રીનાથજી ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયે ખાસ હાજરી આપી હતી અને વચનામૃતની દિવ્ય વૃષ્ટિ કરી હતી. આ પ્રસંગે પ્રભુના છાક મનોરથ અને ફૂલોના હિંડોળાના દર્શન પણ આયોજિત કરવામાં આવ્યા હતા સાથોસાથ બાલકૃષ્ણ લાલજી હવેલીના કીર્તન પણ યોજાયા હતા. આ પ્રસંગે શહેરના અનેક મહાનુભાવોએ હાજરી પણ આપી હતી. આ કાર્યક્રમમાં ગુણવંતભાઈ ડેલાવાળાના પિતા કસ્તુરચંદભાઈ ડેલાવાળા અને માતુશ્રી મોંઘીબેનની કાંસ્યપ્રતિમાની અનાવરણવિધિ પણ પૂ વ્રજરાજકુમાર મહોદયના હસ્તે કરવામાં આવી હતી. શ્રીનાથજી ફાર્મના નવિનીકરણની ઉદઘાટનવિધિ પણ તેમના હસ્તે કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રભુના છાક મનોરથ દરમિયાન દરબારગઢ હવેલીના શિરસસ્થ કીર્તનકાર ભગવદીયો દ્વારા હવેલી કીર્તન યોજાયા હતા. આ પછી પૂ.ગો. વ્રજરાજકુમારના વચનામૃતનો સૌને લાભ મળ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, સાંસદ પરશોત્તમભાઇ રુપાલા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ડો દર્શીતાબેન શાહ મેયર ડો નેહલભાઇ શુક્લ, ગોવીંદભાઇ પટેલ, હરીશભાઇ લાખાણી, ખોડીદાસભાઇ પટેલ, જીતુભાઇ ચંદારાણા, મૌલેશભાઇ પટેલ, કમલેશભાઈ મીરાણી , રાકેશભાઈ પોપટ, નાથાભાઇ કાલરીયા ,પ્રતાપભાઇ પટેલ, જગદીશભાઈ કોટડીયા, નલીનભાઇ વસા, શૈલેષભાઈ પાબારી, દીલેશભાઇ પાબારી ,રાજદીપસિંહ જાડેજા, તેજશભાઇ ભટ્ટી, રમેશભાઇ જીવાણી, ગોપાલભાઈ સાપરીયા, જયેશભાઇ વસા, પ્રજ્ઞેશભાઈ પટેલ, રાકેશભાઈ દેશાઈ, કાળુભાઈ કાનગડ, ડો ચંદાબેન શાહ, ડો માલાબેન કુંડલીયા ,અલ્કાબેન કામદાર, ગીતાબેન હીરાણી તેમજ સમગ્ર ડેલાવાળા પરીવાર, ક્લબના આમંત્રિત મહેમાનો,સરગમ ક્લબના કમીટી મેમ્બરો અને બાલકૃષ્ણ લાલજી હવેલીની કીર્તનયા ખાસ હાજર રહ્યા હતા.
