નિવૃત બેંક કર્મચારીઓના અધિકાર માટે 41 વર્ષથી કાર્યરત એસબીઆઇ પેન્શનર્સ એસો.

સંસ્થાનો 42માં વર્ષમાં મંગલ પ્રવેશ
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના વર્ષો સુધી બેંકમાં મહત્વનું યોગદાન આપીને નિવૃત થયેલ ગુજરાત રાજ્યના 17 હજારથી વધુ પેન્શનરોનું નિવૃત બેંક કર્મચારીઓના અધિકાર, કલ્યાણ, સન્માન અને સુરક્ષા માટે કાર્યરત બિનરાજકીય સંગઠન એસ.બી.આઈ.પેન્શનર્સ એસોસિએશન ગાંધીનગર સર્કલ તેની ગૌરવવંતી સ્થાપનાના 41 પૂર્ણ કરીને 42 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ છે.
પેન્શનર્સ એસોસિએશન નિવૃતિ પછી જીવનમાં સૌથી મહત્વપૂર્ણ બાબતો આરોગ્ય, આર્થિક સુરક્ષા અને સામાજિક જોડાણને મહત્વ આપી અવિરત કાર્યરત રહીને પેન્શનરોના વિવિધ પ્રશ્ર્નો, રજૂઆતોને બેંક મેનેજમેન્ટ સમક્ષ અસરકારક રીતે રજૂઆત કરીને વિવાદ નહીં પરંતુ સંવાદની ભૂમિકા અપનાવી નિકાલ લાવે છે. આ ઉપરાંત બેંક મેનેજમેન્ટ સાથે સમયાંતરે મીટીંગો યોજીને પેન્શનર્સ કલ્યાણ માટે પ્રયત્નશીલ રહે છે. સંગઠન માત્ર નિવૃત કર્મચારીઓ માટે જ નહીં પરંતુ નિવૃત સાથીના અવસાન બાદ ફેમીલી પેન્શનરોને પેન્શન કે અન્ય હક્ક હિસ્સા મેળવવા માટે મુશ્ર્કેલી ન પડે તે માટે પણ મહત્વપૂર્ણ સભ્યકલ્યાણની કામગીરી બજાવે છે. પેન્શનર્સ એસોસિએશનની પ્રાથમિકતા પોતાના સભ્ય કલ્યાણની છે. સંસ્થા સભ્યોને વિવિધ પેન્શન અને મેડીકલ સબંધિત માહિતી પૂરી પાડે છે.ઉપરાંત સભ્યોના નાના મોટા પ્રશ્ર્નો, સુખ દુ:ખના સમયમાં ખડે પગે રહે છે.સંગઠનની વેબસાઇટ પર પેન્શનરોને ઉપયોગી અને જરૂૂરી ફોર્મ અને ડોક્યુમેન્ટ ઘર બેઠા મળી રહે તે માટે દરેક અરજીપત્રક, ફોર્મ, દસ્તાવેજો, માર્ગદર્શિકા ઉપલબ્ધ હોય છે.
જઇઈંઙઅ ના રાજકોટ વિભાગના કોમરેડ શરદભાઈ દવે, અનુપમ દોશી, દક્ષિણભાઈ જોશી, કે.સી. પંડ્યા, ધીરેન માંકડ, શીરીષ કચ્છી, જનાર્દન આચાર્ય, જીતુ ગણાત્રા, પ્રકાશ શાહ, મહેન્દ્ર લાખાણી, જયંત દહિયા, કીરીટ કોમલ, જયસુખ વાઘેલાએ સ્ટેટ બેંકના પેન્શરોના બનેલ સંગઠન એસ.બી.આઈ પેન્શનર્સ એસોસિએશન આગામી વર્ષોમાં વધુ મજબૂત બને, નવી પેઢીના નિવૃત કર્મચારીઓને સાથે જોડે અને પેન્શનર કલ્યાણ સાથે જન કલ્યાણની ભાવના વધુ વ્યાપક બને એવી 42 માં સ્થાપના દિવસની મંગલમય શુભકામનાઓ પાઠવી છે.

રિલેટેડ ન્યૂઝ