ભગવાન નૃસિંહ, રાધાકિષ્નની મુર્તિ સાથે શણગારેલા ફલોટ આકર્ષણ બન્યા
રાણીમાં રૂૂડીમાં ચોક રૈયાધાર પાસે એટલાન્ટીસ હીલ્સ ની સામે આવેલ ગ્રુપ કે જે છેલ્લા 1પ વર્ષથી સુંદર મજાના નોખા અનોખા આયોજનો કરી સર્વેને કૃષ્ણ ભગવાનની ભકિતમાં ગળાડુબ કરે છે. આ વર્ષે રાણીમા રૂૂડીમાં ની મૂર્તિ, રાધેક્રિષ્ના મૂર્તિ, નૃસિંહ ભગવાન (કૃષ્ણ ભગવાનનું સ્વરૂૂપ), કૃષ્ણ ભગવાન ઝુંપડી મા ઉભા હોય છે તે પ્રકારનું સ્વરૂૂપ આવી નોખી અનોખી કૃતિઓ આ ગ્રુપ દવારા તનતોડ મહેનત થી તૈયાર કરવામાં આવનાર છે. આ શણગાર છઠ, સાતમ અને આઠમ સુધી રહે છે. છઠ ના દિવસે બપોરે પ:00 વાગ્યે બહેનો દવારા સાંસ્કૃતિક પહેરવેશ પહેરી પૂજા અર્ચન કરી આ કૃતિઓને જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવે છે. સરસ મજાના કાનુડાના ગીતો અને ડીજેથી વાતાવરણ ને ભવ્યાતિભવ્ય બનાવવામાં આવે છે. આવનાર સર્વે ભાવિકોને પ્રસાદી આપવામાં આવે છે તેમજ જમણવાર પણ ગોઠવવામાં આવતો હોય છે. આ સર્વ કાર્યને સફળ બનાવવા માટે મનાભાઈ ધોળકીયા (98ર4677707), સાગર બોળીયા (9067212123), લાલભાઈ બાંમ્બા, કીશન બોળીયા (6352074629), સંજય બોળીયા, ધવલ વરૂૂ, ભાવેશ કીહલા, સુજલ ગાણોલીયા, રાજ વરૂૂ, વીજય અલગોતર, મીત ગોસ્વામી, વાસુ ભરવાડ, કાનાભાઈ ધ્રાંગીયા, બાબુ ભોરખીયા, કાનો અલગોતર જહેમત ઉઠાવી રહયા છે.
