10થી વધુ ગૂનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલી ટોળકી પાસેથી 2.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થતાં ક્રાઈમ બ્રાંચની ટીમ હરકતમાં આવી હતી અને ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશન તથા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના 2 વણઉકેલાયેલા ગુનાઓનો પર્દાફાશ કરી 4 હિસ્ટ્રીશીટર લૂંટારૂૂઓને રૂૂ. 2.87 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. બનાવની વિગત મુજબ, આણંદપર બાઘી ગામના દેવજીભાઇ મોહનભાઇ જાળિયા પોતાના ભાણેજ સાથે એક્સેસ મોટરસાયકલ પર કણકોટ તરફ જઇ રહ્યા હતા. ત્યારે કાલાવડ રોડ પર એક એક્સેસ ચાલક સાથે બોલાચાલી થયા બાદ તકરાર વધી હતી. દરમિયાન 3 લૂંટારૂૂઓએ દેવજીભાઇને આંતરી, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાખોરોમાંથી એક શખ્સે યુવકને પાછળથી પકડી રાખ્યો હતો, જ્યારે બીજાએ છરી બતાવી હાથમાંથી 500 ગ્રામનું ચાંદીનું કડું અને કાનમાંથી 3 ગ્રામ સોનાની કડી તથા રોકડ રકમની લૂંટ ચલાવી ત્રણેય શખ્સો બાઇક પર ફરાર થઈ ગયા હતા.
આ ઘટના અંગે ગુનો નોંધાતા ક્રાઈમ બ્રાંચની ટીમે આ જ ટોળકીએ પકડવા તપાસ શરૂૂ કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 4 રીઢા ગુનેગારોની ધડપકડ કરી હતી, જેમાં ખૂન, લૂંટ અને ચોરી જેવા 10થી વધુ ગુનામાં સંડોવાયેલ ગૌતમ ઉર્ફે કાનો કેશુભાઇ મકવાણા (ઉ.વ.21, રહે. હનુમાન મઢી, રાજકોટ), હેતેન ઉર્ફે હકો રાજુભાઇ ગોહેલ (ઉ.વ.23, રહે. કણકોટ ગામના પાટીયા પાસે, રાજકોટ) , આજીડેમ અને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં 8 ગુનામાં સંડોવાયેલ નિલેશ ઉર્ફે ભૂરો ગોપાલભાઇ વાઘેલા (ઉ.વ.22, રહે. કોઠારીયા સોલવન્ટ, રાજકોટ) અને લૂંટ, ચોરી અને દારૂૂના 10થી વધુ ગુનામાં સંડોવાયેલ ભરત ઉર્ફે ભરતો પોપટભાઇ પરમાર (ઉ.વ.23, રહે. કોઠારીયા સોલવન્ટ, રાજકોટ) ની ધરપકડ કરી રૂૂ.2,87,650નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
