રાજકોટમાં વેપારી પાસેથી 2.11 લાખની મીઠાઈ ખરીદી કર્યા બાદ પૈસા આપવા આનાકાની

અવેજ પેટે આપેલો ચેક પણ ચોરી ગયા : પિતા-પુત્ર સામે ફરિયાદ

રાજકોટના ભાવનગર રોડ ઉપર સિલ્વર નેસ્ટ સોસાયટીમાં રહેતા વેપારી દિવ્યેશભાઇ મુકેશભાઇ કેશવજીભાઈ રામાણી ઉ.30એ ભાવેશ જુઠાભાઇ વિરડીયા અને મહેક ભાવેશભાઈ વિરડીયા સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે 2022થી ભાવેશભાઈ તથા તેઓનો દિકરો મહેકભાઈ કેટ્રર્સનો ધંધો કરતા હોય જેથી 2022થી અવાર નવાર નાના મોટા પ્રસંગોમા મીઠાઈ બાકીમા લઇ જતા હતા અને તેઓ વહેલા મોડા પૈસા ચુકતે કરતા હતા અને જેઓ અમારી દુકાનેથી અલગ અલગ જાતની મીઠાઈ તથા ઘોરવુ લઇ ગયેલ જેના કુલ રૂપીયા 3,10,940/- બાકી હતા જેમાથી તેઓએ અમોને તા-31/07/2024ના રોજ આ ભાવેશભાઈ જુઠાભાઈ વિરડીયાએ મુળજીભાઈ રત્નાભાઈ રામાણીએ ફોન મારફતે રૂપિયા 99,500/- આપેલ હતા જેથી તેઓની પાસેથી રૂપીયા 2,11, 540/- લેવાના બાકી નીકળતા હતા જેના બદલામા મને સિક્યુરીટી પેટે એક ચેક આપ્યો હતો અને આ બાકી રહેલ રૂપીયા 2,11,540/-અવાર નવાર માગવા છતા આપતા નથી જેથી ગઈ કાલ તા-31ના રોજ હું આ ભાવેશભાઇના પિતા જુઠાભાઇ વીરડીયા પાસે તેઓની વાડીએ ગયેલ હતો અને મને બાકીના રૂપીયા 2,11,540/- આપી દે તેમ વાતચીત કરી હું ત્યાથી પરત આવતો રહેલ હતો અને આજરોજ વહેલી સવારે હું દુકાનમા એકલો હતો ત્યારે મહેકભાઈ દુકાને આવેલ અને દુકાન બહાર ઉભો રહી મને જણાવેલ કે મીઠાઈની રૂપીયાનો શુ વહીવટ બાકી છે મને તમો જણાવો અને તમારી પાસે લખાણ હોય તે મને બતાવો તેમ કહેતા મે સમજાવેલ કે તારા પિતાને સાથે લઈને આવજે અથવા તારા પિતાને મોકલજે તેમ કહેતા સમજેલ નહી અને મને લખાણ બતાવો તેમ કહેતા મે અમારા ટેબલના ખાનામાથી ચોપડો કાઢીને બતાવેલ દરમ્યાન હું દુકાનમા જ પાણીનો નળ બંધ કરવા જતા દરમ્યાન આ મહેકભાઈ વિરડીયાએ ચોપડામા પડેલ હતો તે રાજકોટ ડિસ્ટ્રીક બેન્કનો ચેક લઈ લીધેલ જેથી મે તેઓને ચેક મુકી દે અને મને પરત આપી દે તેમ કહી આજીજી કરી સમજાવતા સમજેલ નહી અને ચેક આપવો નથી તેમ કહી દુકાનેથી ચેક ચોરી કરી લઈને ભાગી ગયેલ હતો બાદમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

રિલેટેડ ન્યૂઝ