મેઘાણીની જન્મજયંતીએ ‘લિ. હું આવું છું’ નાટયનું મંથન

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિને અનુલક્ષીને ગઇ તા.29 ને શનિવારે મેઘાણીનાં જીવન કવન અને એમની રચનાઓ પર આધારિત મોનોલોગ નાટક લિ. હું આવું છુંનું આયોજન ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આહીર કલા મંચ રાજકોટનાં સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.જનતા માટે વિનામૂલ્યે યોજાયેલ આ કાર્યક્રમમાં બોલબાલા ફાઉન્ડેશન,પરમાર્થ ફાઉન્ડેશન, ભૂષણ સ્કુલ ઓફ ગ્રુપ અને રમણીકભાઈ ધામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પણ જોડાયેલ હતું. ઝવેરચંદ મેઘાણીનાં જીવન કવનને મંચ પર જાણીતાં નાટ્ય કલાકાર રમીઝ સાલાણીએ જીવંત કરેલ જ્યારે મેઘાણી સાહેબની અમર રચનાઓને જયેશ દવેએ કંઠ આપેલ.આ મોનોલોગ નાટકનાં લેખક અને માર્ગદર્શક ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત એવાં નિર્લોકભાઈ પરમાર,દિગ્દર્શક દિનેશ બાલાસરા અને ભરત પરમાર તથા સહાયક દિગ્દર્શક સાગર મૂળિયા હતાં.. આ કાર્યક્રમમાં સર્વ જયેશભાઇ ઉપાધ્યાય રાજદીપસિંહ જાડેજા, આર.પી.જોશી,પ્રકાશભાઈ ગરૈયા,પરેશભાઈ પોપટ, ડો.યશવંતભાઈ ગોસ્વામી, અવધેશભાઈ કાનગડ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમમાં શ્રોતાઓએ મેઘાણી સાહેબનાં જીવન કવન અને એમની યાદગાર રચનાઓ ને મન ભરીને માણી હતી.

રિલેટેડ ન્યૂઝ