હવે વિમા પોલીસીથી કલેમ, તમામ સેવા એક છત્ર હેઠળ મળશે

નવી દિલ્હી: દેશમાં વિમા ક્ષેત્રના વ્યાપ સાથે હવે તમામ પ્રકારની વિમા સેવા એક જ પ્લેટફોર્મ હેઠળ લાવવાની તૈયારી છે. ભારતીય વિમા પ્રાધીકરણ નિગમ એ પબ્લીક ઈુસ્યોરન્સ રજીસ્ટ્રી બનાવવા પ્રસ્તાવ કર્યા છે. આ એક ડિજીટલ પ્લેટફોર્મ અને તેના આધારે વિમા ધારકને પોલીસી-પ્રીમીયમ-કલેમ વિ.ની માહિતી એક જ આઈડી એડ્રેસ પરથી મળતી રહેશે જેના કારણે વિમા ધારકને પણ સરળતા રહેશે. કોઈપણ વિમા પોલીસી હોલ્ડરે અલગ અલગ હેતુથી અલગ અલગ કંપનીઓ પાસે વિમા પોલીસી લીધી હોય પણ પોર્ટલ પર તે યોજના એક યુનિક આઈડીથી તમામ પોલીસીની માહિતી એક જ સાથે મેળવી શકશે જેમાં તેના પોલીસી લેબ- લાભો અને પ્રીમીયમ કેટલા ભર્યા છે. કલેમની સ્થિતિ શું છે તે પણ જાણી શકશે તથા નોમીની પણ થઈ શકશે તથા અનકલેમ વિમા અંગે પર માહિતી મળશે તેટલુ જ નહી તેને કોઈ વિમા સંબંધી સેવા જોઈતી હોય તો તે પણ મેળવી શકશે. કંપની સામે ફરિયાદ હોય તો પણ અહી કરી શકશે. હવે તા.30 સપ્ટેમ્બર સુધીમાં સૂચનો અભિપ્રાય મંગાયા છે તેના આધારે આખરી પોર્ટલ તૈયાર કરાશે.

રિલેટેડ ન્યૂઝ