રાજકોટમાં ધોળા દિવસે બે મિત્રોને આંતરી છરીની અણીએ રિક્ષામાં બેસાડી 10 હજારની લૂંટ

સીતારામનગર રોડ પર બનેલો બનાવ : થોરાળા પોલીસમાં ફરિયાદ

રાજકોટના શ્યામનગરમાં રહેતા અને ઇમિટેશનનું કામ કરતા તુષારભાઈ ઉર્ફે ભુરો હોતચંદભાઈ ઉર્ફે અતુલભાઈ સાવલાણી ઉ.34એ 10 હજારની લૂંટ અંગે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે આજરોજ હું કારખાનામા મજુરીકામે ગયો હતો ત્યારે મારો મિત્ર કેતનભાઇ રમેશભાઈ ચૌહાણ ત્યા આવેલ અને અમારે બંનેને આજરોજ ઉજૈન જવાની વાતચીત થયેલ હતી જેથી હું તથા આ મારો મિત્ર કેતનભાઇ બંને કારખાનેથી ચાલીને બાપાસીતારામ રોડ ઉપર મનસુખભાઈ વાણંદની કેબીને દાઢી કરાવવા ગયેલા હતા અને દાઢી કરાવીને હું તથા મારો મિત્ર કેતનભાઈ રમેશભાઈ ચૌહાણ બંને ચાલીને અમારા ઘરે જવા નીકળેતા જે દર મ્યાન સીતારામનગર મેઇન રોડ ઉપર જતા હતા તે દરમ્યાન અમારી પાછળથી એક ઓટો રીક્ષા આવેલ જેના નંબર જોતા ૠઉં-03-અડ-2046 કાળા કલરની આવેલ અને તેના ચાલકે અમારી પાસે ઓટો રીક્ષા રોડ ઉપર ઉભી રાખેલ જેમા રીક્ષા ચાલક ઇકબાલભાઇ હતો જેને મારી સાથેનો મિત્ર કેતનભાઈ રમેશભાઇ ચૌહાણ ઓળ ખે છે અને જે રીક્ષામા પાછળ બીજો એક અજાણ્યો ઇસમ બેઠેલ હતો જે પાછળ બેઠેલા ઇસમે ખેંચીને મને તથા મારી સાથેના કેતનભાઇ રમેશભાઇ ચૌહાણને વારા ફરતી તેઓની રીક્ષામા બેસાડી દિધેલા હતા અને રીક્ષા ચાલક ઇકબાલભાઇએ રીક્ષા ધીમી ગતીએ ચલાવેલ અને બંનેએ અમોને કહેલ કે તમારા ખિસ્સામા હોય તે રૂપીયા અમોને આપી દયો તેમ કહી પાછળ બેઠેલા અજાણ્યા ઇસમે પોતાની રીક્ષામાથી એક છરી કાઢેલ અને છરી બતાવી કહેલ કે આટલી વાર લાગશે તેમ ક હી ધમકાવીને રીક્ષા પાછળ બેઠેલ અજાણ્યા ઇસમે મારા ખિસ્સામાથી છરી બતાવીને રોકડા રૂપીયા 10,000/- ની લુટ કરી લઇ લીધેલા જે તમામ નોટો 500 ના દરની હતી અને બાદ તેઓએ રીક્ષા ઉભી રાખીને મને તથા મારી સાથેના મા રા મિત્ર કેતનભાઈ રમેશભાઈ ચૌહાણને તેઓની રીક્ષામાથી ઉતારી દઈને જેઓ તેઓની રીક્ષા લઈને ભાગી ગયેલ હતા બાદમા અમો બંનેએ ઘરે વાત કરી ફરિયાદ નોંધાવી હતી.

રિલેટેડ ન્યૂઝ