ગુણોત્સવની સ્વ-મુલ્યાંકનની કામગીરીમાં વધુ 8 દિવસનો વધારો

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સફળ રજુઆત

શિક્ષક હિતમાં અવાજ પણ અને પરિણામ પણ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતે ફરી એકવાર આ વાતને સાબિત કરી છે.ૠ-જચઅઅઋ અંતર્ગત ગુણોત્સવની સ્વ-મૂલ્યાંકન કામગીરી માટે તા. 17 ઓગસ્ટથી 31 ઓગસ્ટ, 2026 સુધી સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. શાળાઓમાં પુરાવા આધારિત મોટી સંખ્યામાં ઓનલાઈન માહિતી અપલોડ કરવાની કામગીરી તથા તહેવારોની રજાઓને કારણે પૂરતો સમય ન મળવાની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સરકાર સમક્ષ સમયવધારા માટે રજૂઆત કરવામાં આવી હતી. માત્ર લેખિત રજૂઆત પૂરતી ન રાખતાં સંગઠન દ્વારા શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સતથા સચિવ મિલિંદને રૂૂબરૂૂ મળી શિક્ષકો અને શાળાઓની વાસ્તવિક મુશ્ર્કેલીઓ અંગે અસરકારક રજૂઆત કરવામાં આવી હતી. સંગઠનની રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ મળતાં જચઅઅઋ ગુણાંકન- 2026 અંતર્ગત સ્વ-મૂલ્યાંકનની સમયમર્યાદા તા. 31 ઓગસ્ટથી વધારીને તા. 8 સપ્ટેમ્બર, 2026 સુધી કરવામાં આવી છે. સત્તાવાર પત્રમાં વિવિધ શિક્ષક સંઘો અને શાળા સંચાલક મંડળ તરફથી મળેલી રજૂઆતો તેમજ તહેવારોની રજાઓને ધ્યાનમાં લઈ સમયગાળો લંબાવવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ. રાજકોટના અધ્યક્ષ સંજયભાઈ હુંબલ, મહામંત્રી સાગરભાઈ પોપટ અને સંગઠન મંત્રી રામલાલભાઈ શિંગાળાએ જણાવ્યું હતું કે,શિક્ષક મિત્રોના દરેક પ્રશ્ર્નો અને મુશ્ર્કેલીઓ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હંમેશાં શિક્ષક મિત્રોની પડખે જ છે. શિક્ષકોની વાસ્તવિક સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડવી અને તેના યોગ્ય ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહેવું એ સંગઠનની જવાબદારી છે. ગુણોત્સવની કામગીરી માટે સમયવધારો આપવાનો આ નિર્ણય શિક્ષક હિતમાં થયેલો આવકારદાયક નિર્ણય છે.

રિલેટેડ ન્યૂઝ