સ્વ.પ્રવિણભાઇ મણીઆરની જન્મ જયંતિ નિમિતે રકતદાન કેમ્પ યોજાયો

શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી 45 યુનિટ રકત એકત્ર

પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં રકતની જરૂૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલનાં જરૂૂરીયાતમંદ દર્દીઓ માટે નિ:શુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ નિ:શુલ્ક સારવાર માટે આવે છે. રક્તદાતાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી કરવામાં આવી છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારનાં બ્લડ ગ્રુપની તાતી જરૂૂરીયાત છે ત્યારે સ્વ.પ્રવીણભાઈ મણીઆર (કાકા)ની 92 મી જન્મ જયંતી નિમિત્તે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં 45 રક્તની બોટલ્સ એકત્ર કરાઈ. આપના ઘરે આવતા પ્રસંગોમાં જન્મદિવસ નિમિત્તે કે કોઈ વ્યક્તિના સ્મૃતિરૂૂપ દિવસ નિમિત્તે તથા અન્ય પ્રસંગોપાત રકતદાન કેમ્પનું પણ આયોજન કરો તો આ તકલીફનું આંશીક નિવારણ થઈ શકે તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પ, ચક્ષુદાન, અંગદાન, સ્કીનદાન તેમજ કોઈપણ જીવદયાના સેવાના કાર્ય માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી મો. 94282 00660 સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ