બંને નવજાત શિશુના ગળામાં નાળ વીંટળાયેલી હોવા છતાં સફળ ડિલીવરી કરાવી
રાજકોટ જિલ્લામાં 108 ઇમરજન્સી સેવા ટીમે પોતાની ઉત્કૃષ્ટ તબીબી કુશળતા, સમયસૂચકતા અને ઝડપી નિર્ણયક્ષમતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે.છેલ્લા બે દિવસ દરમિયાન ટીમે અત્યંત ગંભીર અને જટિલ એવી બે ’બ્રીચ પ્રેઝન્ટેશન ડિલિવરી’ (બાળક ઊંધું હોવાની સ્થિતિ) એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક કરાવીને માતા અને નવજાત શિશુ બંનેના જીવ બચાવ્યા છે. હોસ્પિટલ પહોંચતા પહેલાં જ રસ્તામાં પ્રસૂતિની પીડા વધી જતાં 108 ના સ્ટાફે કટોકટીની સ્થિતિમાં સફળ પ્રસૂતિ કરાવીને સરાહનીય કામગીરી કરી છે. પ્રથમ ઘટના તા. 31 ઓગસ્ટ 2026 ના રોજ સામે આવી હતી, જ્યારે પડધરી લોકેશનની 108 ટીમને બોડી ઘોડી ગામમાંથી પ્રસૂતિનો ઇમરજન્સી કોલ મળ્યો હતો. કોલ મળતાં જ ઊખઝ જિગ્નાશાબેન અને પાયલોટ સુરેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દર્દીના મેડિકલ રિપોર્ટ ચકાસતાં આ કેસ હાઈ રિસ્ક પ્રેગ્નન્સીનો હોવાનું અને પ્રસૂતિ માત્ર મોટી હોસ્પિટલમાં જ શક્ય હોવાનું માલૂમ પડ્યું હતું. ટીમે દર્દીને લઈને હોસ્પિટલ તરફ પ્રયાણ કર્યું, પરંતુ રસ્તામાં પ્રસૂતિની પીડા ખૂબ વધી ગઈ હતી અને બાળક બ્રીચ પ્રેઝન્ટેશનમાં હોવાનું જણાયું હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજી ઊખઝ જિગ્નાશાબેને પોતાની તબીબી સુઝબુઝ અને અનુભવથી એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતા અને બાળકને સુરક્ષિત બચાવી લીધા હતા. બીજી ઘટના તા.2 સપ્ટેમ્બર 2026ની સવારે બની હતી. ઈઇંઈ લોધિકાથી બ્રીચ પ્રેઝન્ટેશન ધરાવતા દર્દીને રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. 108ના ઊખઝ દિનેશભાઈ અને પાયલોટ ઇલિયાસભાઈ દર્દીને લઈ રવાના થયા, પરંતુ રસ્તામાં દર્દીની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી અને લિમ્બ પ્રેઝન્ટેશનની જટિલ સ્થિતિ સર્જાઈ હતી. પ્રસૂતિ દરમિયાન બાળકના ગળામાં નાળ (ઞળબશહશભફહ ઈજ્ઞમિ) વીંટળાયેલી હોવા છતાં, ઊખઝ દિનેશભાઈએ ધીરજ રાખી સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી અને નાળનું ક્લેમ્પિંગ કરી માતા તથા નવજાત શિશુને જરૂૂરી દર્દી સંભાળ પૂરી પાડી હતી. રાજકોટ 108 ઇમરજન્સી સેવા ટીમની આ ત્વરિત નિર્ણયક્ષમતા, તબીબી કૌશલ્ય અને જીવ બચાવવાની નિષ્ઠા બદલ બંને ટીમના ઊખઝત અને પાયલોટ્સની વ્યાપક પ્રશંસા કરવામાં આવી છે. કટોકટીના સમયે યોગ્ય પગલાં ભરીને બે-બે નવજીવન ઉગારવા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
