રાજકોટમાં સ્પાની આડમાં ધમધમતુ કુટણખાનું ઝડપાયું

મહિલા મેનેજરની ધરપકડ કરાઈ : 35 હજારનો મુદ્દામાલ જપ્ત

શહેરના અમીન માર્ગ પર આવેલા પોશ વિસ્તાર રાધે વન કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ચાલતા ‘ધ મૂન લાઈટ સ્પા’માં થેરાપી અને મસાજની આડમાં ગેરકાયદેસર રીતે દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ ખાનગી બાતમી માલવીયા નગર પોલીસ સ્ટેશનના સ્ટાફને મળી હતી. એ.એસ.આઈ. કેતનભાઈ શેખલીયાને મળેલી આ બાતમીના આધારે પંચોની હાજરીમાં સ્થળની ચકાસણી કરવામાં આવી હતી. ગુનાહિત પ્રવૃત્તિની સત્યતા ચકાસવા માટે પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કરીને સ્પા ખાતે મોકલ્યો હતો. ડમી ગ્રાહકે અંદર પ્રવેશ કરીને સંકેત આપતા જ માલવીયાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે. એમ. કૈલાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. કેતનભાઈ નીકોલા તથા તેમની ટીમે સાંજના આશરે સવા સાત વાગ્યે સ્પા પર આકસ્મિક દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન કાઉન્ટર પરથી સ્પાની મહિલા મેનેજર અને ટેલિકોલર કિંજલબેન દેસાઈ હાજર મળી આવ્યા હતા, જ્યારે સ્પાના માલિક નરેન્દ્રભાઈ ચાવડા સ્થળ પર ગેરહાજર જણાયા હતા. પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરીને સ્પાના રૂૂમ નંબર-1 નો દરવાજો ખોલાવતા એક પુરુષ અને એક મહિલા અસભ્ય સ્થિતિમાં મળી આવ્યા હતા. રૂૂમમાં હાજર થેરાપિસ્ટ મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સ્પાના માલિક નરેન્દ્રભાઈ ચાવડા તથા મહિલા મેનેજર કિંજલબેન દેસાઈ બહારથી ગ્રાહકોને બોલાવીને તેમની પાસેથી પ્રતિ ગ્રાહક રૂૂ. 5,000 વસૂલતા હતા. આ રકમ પૈકી રૂૂ. 1,000 કાઉન્ટર પર એન્ટ્રી ફી તરીકે જમા લેવામાં આવતા હતા અને બાકીના રૂૂ. 4,000 ગ્રાહક પાસેથી થેરાપિસ્ટ મેળવતી હતી. ત્યારબાદ તેમાંથી રૂૂ. 3,000 મેનેજર કિંજલબેન કમિશન તરીકે રાખી લેતા હતા અને ભોગ બનનાર મહિલા થેરાપિસ્ટને માત્ર રૂૂ. 1,000 આપવામાં આવતા હતા. અને ગેરકાયદે કમાણી કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્પાના કાઉન્ટર ડ્રોવર તથા ભોગ બનનાર પાસેથી ડમી ગ્રાહકે આપેલી સીરીયલ નંબરવાળી ખાસ ચલણી નોટો સહિત કુલ રૂૂ. 21,500 ની રોકડ રકમ કબ્જે કરી હતી. આ ઉપરાંત કાઉન્ટર પરથી રૂૂ. 10,000 ની કિંમતનો સ્માર્ટફોન અને રૂૂ. 4,320 ની કિંમતના કોન્ડમના 48 સીલપેક પેકેટ તથા વપરાયેલું રેપર મળીને કુલ રૂૂ. 35,820 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે માલવીયાનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. કેતનભાઈ નીકોલાની ફરિયાદના આધારે સ્પાના માલિક નરેન્દ્રભાઈ ચાવડા અને મેનેજર કિંજલબેન દેસાઈ સામે અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમ 1956 ની કલમ 3, 4 અને 5 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાત્રિનો સમય હોવાથી મહિલા મેનેજરને માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા માટે સીઆરપીસી નોટિસ આપવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ