સંચાલક સહિત 9 શખ્સો સામે પોલીસ ફરિયાદ
રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુબલીયાપરા શેરી નંબર 5 માં ગત રાત્રિના સમયે ગેરકાયદેસર રીતે દેશી દારૂૂની મહેફિલ ચાલતી હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસે દરોડો પાડી મોટો પર્દાફાશ કર્યો છે. થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ જાગાણી તથા તેમની સાથેના પોલીસ કાફલાના માણસો નાઇટ કોમ્બિંગ રાઉન્ડ દરમિયાન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ટ્રેક્ટર ચોક પાસે ગુપ્ત બાતમી મળી હતી કે મચ્છી ચોક પાસે રહેતા મંજુલાબેન પરમાર પોતાના રહેણાંક મકાનમાં બહારથી લોકોને બોલાવી દેશી દારૂૂનું પીઠું ચલાવી મહેફિલ માણે છે. આ હકીકતના આધારે પોલીસે તાત્કાલિક સ્થાનિક પંચોને સાથે રાખી મકાન પર દરોડો પાડ્યો હતો અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ આયોજકો તેમજ પીનારાઓને ઝડપી લીધા હતા. પોલીસ ટીમે મકાનમાં પ્રવેશ કરી તપાસ લંબાવતા મકાનના ધાબા ઉપરથી સાત ઇસમો અલગઅલગ ગોળ કુંડાળું વાળીને બેઠા હતા અને દેશી દારૂૂની મહેફિલ માણતા મળી આવ્યા હતા. આ તમામ ઇસમોના હાથમાં સફેદ કૈફી પ્રવાહી ભરેલી પારદર્શક કોથળીઓ તથા તેમની બાજુમાં મુકેલી ડોલમાં પણ દેશી દારૂૂ ભરેલી થેલીઓ જોવામાં આવી હતી. વધુમાં સ્થળ પરથી ખાલી કોથળીઓ, શીંગ-દાળિયા અને વેફરના ખુલ્લા પેકેટો પણ મળી આવ્યા હતા. પોલીસે તમામ ઇસમોની આંખો અને મોઢામાંથી આવતી તીવ્ર વાસ ચકાસતા તેઓ નશાની હાલતમાં હોવાનું અને પોતાના શરીરનું સમતોલન પણ જાળવી શકતા ન હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે સ્થળ પરથી રૂૂ. 600 ની કિંમતનો 3 લીટર દેશી દારૂૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ગેરકાયદે પ્રવૃત્તિ પોતાના આર્થિક ફાયદા સારૂૂ મકાનમાલિક 70 વર્ષીય વૃદ્ધા મંજુલાબેન ચંદુભાઈ પરમાર તથા રસીકભાઈ પ્રેમજીભાઈ રજોડીયા નામના ઇસમ દ્વારા બહારથી માણસો બોલાવી ચલાવવામાં આવતી હતી. દારૂૂની મહેફિલ માણતા ઝડપાયેલા સાત આરોપીઓમાં હાર્દિક સિંધવ, લાલાભાઈ પીઠવા, આસીફ કુરેશી, પ્રકાશભાઈ અજાગીયા અને કૌશલ મહેતાનો સમાવેશ થાય છે. દારૂૂ રાખવા કે પીવા અંગે કોઈ પાસ- રમિટ ના હોવાથી થોરાળા પોલીસે તમામ 9 આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી 8 આરોપીઓની અટકાયત કરી છે અને આગળની તપાસ પીએસઆઈ તીર્થરાજસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.
