રાજકોટમાં છેતરપિંડીના આરોપમાં સંડોવાયેલા યુવાને ફિનાઈલ પીધું

આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવારમાં ખસેડાયો

શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતા અને એસી રીપેરીંગ કામ કરતા યુવાને રેસકોર્સમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. 40 લાખની કિંમતનું સોનુ ઓળવી ગયાની પોલીસમાં થયેલી અરજીના ટેન્શનમાં પગલું ભર્યાની શંકા સેવાઇ રહી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં રહેતા જજુર સકીલભાઇ દલાલ નામનો 26 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામા રેસકોર્સમાં હતો ત્યારે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જજુર માતા-પિતાનો આધાર સ્થભ અને એકની એક બહેનનો એકનો એક ભાઇ છે. જજુર દલાલ એસી રીપેરીંગ અને ફિટીગનું કામ કરે છે. જજુર દલાલે બહેનને હું હવે મરી જઇશ એવુ કહીને નીકળ્યા બાદ પિતા શોધોખોળ માટે નીકળ્યા રેસકોર્સ બગીચા બહાર પડેલા એક્ટિવીના આધારે જજુર દલાલની શોધખોળ કરી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જજુર દલાલ અને તેના પિતા સહિત પાંચ લોકો વિરૂધ્ધ રૂા.40 લાખના સોનાની છેતરપિંડી આચર્યાની પોલીસમાં અરજી થઇ છે. જે અરજીના ટેન્શનમાં ફિનાઇલ પી લીધુ હોવાની શંકા સેવાઇ રહી છે. આ અંગે પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ