ભીડનો લાભ લઈ ચોરી કરી નાસી છૂટેલા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ
રાજકોટના નાડોદાનગરમાં રહેતા ખોડાભાઇ દેવજીભાઈ ડાભી ઉ. 70એ 3. 75 લાખના ચેઇનની ચોરી અંગે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતુ કે ગઇ તારીખ 28/08/2026 ના સવારે મારા પત્ની લાભુબેન રક્ષાબંધન તહેવાર હોઇ જેથી સરધાર પાસે આવેલ ભાડુઇ ગામ ખાતે જવા માટે ઘરેથી નિકળેલ હતા અને હુડકો ચોકડી થઈ આજીડેમ ચોકડી ખાતે ગયેલ હતા અને જ્યાં આશરે દશેક વાગ્યાની આસપાસ સરધાર ખાતે જવાની એસ.ટી.બ સ આવેલ જેમા ચડવા જતા તેઓએ ગળામા પહેરેલ આશરે ત્રણેક તોલાનો સોનાનો ચેઇન જોવામા આવેલ નહીં જેથી તેઓ એસ.ટી.બસ માથી નિચે ઉતરી ગયેલ અને મારા પત્નીએ અમોને ફોન કરી કહેલ કે અમો બસ ના પગથીયા ચડતા હ તા ત્યારે મારા ગળામા પહેરેલ સોનાનો ચઇન કોઈ ચોરી કરી લઈ ગયેલ છે જેથી મારી પત્નીએ તેના ગળામા પહેરેલ ચેઇન ચોરી લીધો હતો
જેથી મારી પત્નીનો આશરે ત્રણેક તોલાનો સોનાનો ચેઇન જેની આશરે કિ.રૂ. 3,75,000/- ની ગણાય તે મારી પત્નીની જાણ બહાર કોઇ ઇજાણ્યો ચોર ઇસમે નજર ચુકવી ચોરી કરી લઇ ગયેલ હોય ફરિયાદ નોંધાવી હતી.
