કોન્ટ્રાકટર યુવાને તાલુકા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
રાજકોટના રાધાનગરમાં રહેતા કોન્ટ્રાકટર ઉર્મિતભાઇ અનીલભાઈ મોરીધરા ઉ. 26એ 8 લાખના કેબલની ચોરી અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે હાલ અમારે રાજકોટ જીવરાજ પાર્ક અંબીકા ટાઉ નશીપમા શરણમ સેફ્રોન નામની સાઈટ ચાલુ છે. અને આ સાઇડમા ટોટલ છ વિંગ છે અને હાલ તેમા ઇલેક્ટ્રીક કામ ચાલુ છે ગઈ તારીખ-30/07/2026 ના રોજ સવારના દસ વાગ્યાની આસપાસ હુ ઉપરોક્ત સાઇડ ઉપર હતો ત્યારે મને અમારા ઇલેક્ટ્રીશીયન પ્રકાશભાઈ અને હિમાંશુભાઇએ જણાવેલ કે આપણા ડી-વિંગમા દસમા માળે ફ્લેટ નં-1002 મા હેવેલ્સ કં પનીના ઇલે.વાયરના સાત બંડલ તથા કે.ઈ.આઈ. કંપનીના ચાર બંડલ રાખેલા હતા તે જોવામા આવતા નથી અને સાત મા માળે ફ્લેટ નં-704 મા હેવેલ્સ કંપનીના ઇલે.વાયરના આઠ બંડલ તથા કે.ઈ.આઈ. કંપનીના ઇલે.વાયર ના છ બંડલ જોવામા આવતા નથી તો તમે અહી આવો આમ મને વાત કરતા હુ તરત જ ત્યા ગયેલો અને જોયેલ તો ઇલે.વાયરના બંડલ જોવામા આવેલ નહી અને પ્રકાશભાઈ જણાવેલ કે છેલ્લા એક મહીનાથી અલગ અલગ ફ્લેટમાથી ઇલેક્ટ્રીક કામ કરેલ હોય તેમાથી ઇલે.વાયર ગુમ થયેલ હતો આમ મને પ્રકાશભાઇએ વાત કરતા અમો બધા અમારી સાઇડની બધી વિંગમા ચેક કરવા માટે ગયેલા એટલે સી-વિંગમા ઇલે.ડક ના વાયર પણ જોવા મળેલ નહીં અને ડી-વિંગ અને સી-વિંગ મા અલગ-અલગ 44 ફ્લેટમાથી ઇલે. નો વાયર જોવા મળેલ નહી અને આ હેવેલ્સ કંપનીના ઇલે.વાયરના એક બંડલમા 200 મીટર વાયર આવે જેમા એક મીટર ની કિ.રૂ.50/- કુલ એક બંડલની કિંમત રૂ.10,000/- ની કિંમતના 15 બંડલ અને કે.ઇ. આઇ. કંપનીમા 300 મીટર વાયર આવે જેમા એક મીટરની કિ.રૂ.50/- જે એક બંડલની કિં રૂ.15000/- ના 10 બંડ લ તથા 44 ફ્લેટમા ઇલે.કામ કરેલ વાયર અને સી-વિંગના ઇલે.-ડકમાં રહેલ ઇલે.વાયર જેની આશરે કિંમત રૂ.5,00,0 00/- ના જોવા મળેલ નહીં જેથી ફરિયાદ નોંધાવી હતી.
