વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા પુર્વ સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું કે , નરેન્દ્રભાઈ મોદીનું જીવન ‘રાષ્ટ્ર પ્રથમ’ના વિચારને સમર્પિત રહ્યું છે. દેશની એકતા અને અખંડિતતા, વિકાસની ગતિ, આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન, ગરીબ અને વંચિત વર્ગના સશક્તિકરણનો સંકલ્પ તથા ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને નવી ઊંચાઈ આપવાનો સતત પ્રયાસ તેમની જાહેર જીવનની વિશિષ્ટ ઓળખ બની છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વિકાસ, ટેકનોલોજી, ડિજિટલ પરિવર્તન, માળખાકીય સુવિધાઓ, જનકલ્યાણ અને વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકાના વિસ્તરણ સહિત અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ પરિવર્તનોનો અનુભવ કર્યો છે. આધુનિક ભારતના નિર્માણની યાત્રામાં સંકલ્પથી સિદ્ધિ તરફ આગળ વધવાની તેમની કાર્યશૈલી લાખો યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીનું વ્યક્તિત્વ સાદગી અને સંકલ્પનું અનોખું સંયોજન છે. તેમની કાર્યશૈલીમાં દૂરંદેશી વિચારસરણી સાથે જમીન સાથે જોડાયેલી સંવેદનશીલતા જોવા મળે છે. ભારતના અંતિમ પંક્તિમાં ઉભેલા નાગરિક સુધી વિકાસની તકો પહોંચે અને દેશનો દરેક નાગરિક રાષ્ટ્રની પ્રગતિમાં ભાગીદાર બને તેવો ભાવ તેમની જાહેર જીવનની કામગીરીમાં સતત પ્રતિબિંબિત થાય છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને માત્ર જન્મદિવસ સાથે સાથે રાષ્ટ્રસેવા અને જનસેવાના સંકલ્પને વધુ મજબૂત કરવાનો દિવસ ગણાવતા મોકરીયાએ દેશના યુવાનોને રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનવા આહ્વાન કર્યું હતું.
રિલેટેડ ન્યૂઝ
-
રામકૃષ્ણ આશ્રમમાં એનસીસી અને એનએસએસના યુવાઓનું સંમેલન યોજાયું
નિવૃત સ્કવોર્ડન લીડર નુપુર જૈને 400 જેટલા કેડેટ્સને માર્ગદર્શન આપ્યું શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે તા. 14... -
બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠના પ્રોજેક્ટ લાઈફ દ્વારા વિદેશ લગ્ન અંગે પરિસંવાદ
250 જેટલા વિદ્યાર્થીઓ-લોકોની ઉપસ્થિતિ ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ગાંધીનગર તથા પ્રોજેકટ ’લાઈફ’, રાજકોટ દ્વારા સંચાલિત... -
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 બેઠકો માટે ઓક્ટો.માં ચૂંટણી
એસ.સી/એસ.ટી માટે એક બેઠક ફળવાઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જુદી- જુદી...
