અમારો દીકરો કહ્યામાં નથી કહી સસરાએ પરિણીતાને પહેરે કપડે કાઢી મૂકી
પોલીસમેન પતિ, સાસુ, સસરા, જેઠ-જેઠાણી, નણંદ સામે ફરિયાદ
રાજકોટના માધાપર ગામે શ્રીરામ પાર્કમાં માવતરે છેલ્લા ચારેક મહીનાથી રહેતા અંજુબેન સંજયભાઇ બારોટ ઉ.32એ બેડી ચોકડી પાસે શિવધારા પાર્કમાં રહેતા પતિ સંજય ધનાભાઇ બારોટ, સસરા ધનાભાઇ અણદાભાઇ બારોટ, સાસુ વિજયાબેન, રામાપીર ચોકડી પાસે આવાસ ક્વાર્ટરમાં રહેતા જેઠ ભાવેશભાઈ, જેઠાણી ઉર્મિલાબેન અને મુંજકા રહેતા નણંદ તરુણાબેન ધર્મેશભાઈ સોલંકી સામે શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા લગ્ન 2012માં થયા છે સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે મારા પતિ સંજયભાઈ ધનાભાઇ બારોટ પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે લગ્ન બાદ છએક મહીના સરખુ ચાલેલ બાદ મારા નાના નણંદ અમારા ઘરની જ બાજુમા રહેતા અને અવારનવાર ઘરે આવી મારા પતિ તથા સાસુ-સસરાને ચઢામણી કરતા જેના કારણે મારા પતિ મારા પર શંકા-કુશંકાઓ કરી કહેતા કે તારે મને પુછ્યા વગર ક્યાંય પણ જવાનુ નહી બાદમા 2013મા મારા નાનાજી મરણ ગયેલ હોય ત્યારે મે મારા માતા સાથે મારા સાસરીમા જે ત્રાસ આપતા તેની વાત કહેલ તો મારા પતિ મારી સાથે ઝઘડો કરવા લાગેલ અને કહેવા લાગેલ કે તે ઘરની વાત ત્યા કરી જ કેમ? તેમ કહી મને માર મારવા લાગેલ અને મને પિયરમાં મુકી ગયેલ ત્યારે હુ દોઢ મહીના પ્રેગનેન્ટ હતી અને મે રાજકોટ મહીલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી બાદમા પ્રેગનેંન્શીનો નવમો મહીનો ચાલતો હતો ત્યારે હુ ગાર્ડનમા વોકીંગ કરતી હતી ત્યારે મારા પતિએ ત્યા આવી મારી સાથે ઝઘડો કરી મારકુટ કરવા લાગેલ અને મે ત્યારે મહીલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી છએક મહીના બાદ વકીલ મારફતે સમાધાન થયેલ અને બાદમા છએક મહીના સુધી અલગ મકાનમાં રહેલ પરંતુ ત્યારે પણ મારા સાસુ મારા પતિને ચઢામણી કરતા અને સંયુકત પરીવારમા રહેવા માટે દબાણ કરવા લાગેલ જેથી હુ ત્યા રહેવા ગઈ હતી મારી દિકરીનો જન્મ થયેલ બાદમા મારા પતિને પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી મળેલ અને બાદમા તે અવારનવાર મોડી રાત્રે દારૂ પી આવતા હોય મે મારા સાસુને કહેલ તો તે બાબતે પતિએ મારી સાથે ઝઘડો કરી માર મારી મને મારા પિયર મુકી ગયેલ બાદમા સમાધાન થતા ત્રણેક વર્ષ સારૂ ચાલેલ બાદમા મારા પતિનુ દારૂ પીવાનુ વધી ગયેલ અને તે રોજ ઘરે દારૂ પી આવી મારી સાથે ઝઘડો કરી મારકુટ કરતા અને આશરે એકાદ વર્ષ બાદ અમોએ ઘંટેશ્વર પાસે પારસ વિલા સોસાયટીમા મકાન લીધેલ બાદમા 2022મા મારા પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધની જાણ થયેલ ત્યારે અમારી વચ્ચે ઝઘડાઓ વધી ગયેલ અને જેના કારણે મને બહેન કહીને જ બોલાવતો જેથી હું મારા પિયર ખાતે જતી રહેતી મારા મોટાભાઈની સગાઈ હોય તો મારા માતાએ મને તથા મારા પતિને તેડાવેલ અને ત્યારે મારા પતિ દારૂ પી આવી મારી સાથે ઝઘડો કરવા લાગેલ અને કહેવા લાગેલ કે તારા માતાએ મારા માતા-પિતાને સગાઇમા તેડાવેલ નથી હું મારા પિયરમાં મારા બાળકો સાથે રોકાયેલ ત્યારે દસ દિવસ બાદ મારા જેઠ-જેઠાણી આવી મારા બાળકોને ખોટું બોલીને મારી પાસેથી લઇ ગયેલ બાદમા મારા સસરાએ મારા માતા સાથે ફોનમા કહ્યું કે તમો તમારી દિકરીને સાચવો અને હવે મારો દિકરો મારા કહ્યામા નથી જેથી તેને ઘરની બહાર કા ઢી મુકુ છુ અને તેમના ત્રણેય બાળકો અમો સાચવી લેશુ બાદમાં મને પહેરેલ કપડે મારા પિયર ખાતે રીક્ષામા મોકલી આપેલ તથા મારો તમામ કરીયાવર અને દાગીના તેઓ પાસે પડેલ છે અંતે ફરિયાદ નોંધાવી હતી.
