રાજકોટના જંગલેશ્ર્વરમાં સામું કેમ જુએ છે કહી મિત્રને છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો

ભક્તિનગર પોલીસે હત્યાનો પ્રયાસ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટના જંગલેશ્વરમાં મિત્રના ઘરે બેઠેલા – યુવક પર મસ્તી-મજાક દરમિયાન – મામલો બિચકતા મિત્રએ છરીથી – પેટના ભાગે જીવલેણ હુમલો -કર્યો હતો. છરીનો ઘા વાગતાં – યુવકના આંતરડા બહાર નીકળી – ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા – યુવકને સારવાર માટે રાજકોટ – સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો – હતો. બનાવને પગલે ભક્તિનગર – પોલીસે હત્યાના પ્રયાસ સહિતની – કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ – ધરી છે.
શહેરના જંગલેશ્વર – વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા નઈમ ઉલ્લેખાન સૈયદ ઉ.24)એ સોહિલ ઉર્ફે સોયલા સામે ભક્તિનગર પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે નઇમ સૈયદ તેના મિત્ર ઉજબેર રજાકભાઈ સૈયદ સાથે બપોરના આશરે ત્રણ વાગ્યાના અરસામાં જંગલેશ્વર શેરી નં.14માં રહેતા સોહિલ ઉર્ફે સોયલાના ઘરે ગયા હતા. ત્રણેય મિત્રો વાતચીત કરી રહ્યા હતા ત્યારે મસ્તી-મજાક દરમિયાન સોહિલ ઉર્ફે સોયલાએ ઉજબેરને સામુંકેમ જુએ છે તેમ કહી ઉશ્કેરાઈ ગયો હતો. મામલો ઉગ્ર બનતા સોહિલે છરી કાઢી ઉજબેરના પેટના ભાગે ઘા ઝીંકી દીધો હતો. છરીનો ઘા ગંભીર હોવાને કારણે ઉજબેરના પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતા. હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા ઉજબેરને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. યુવકની હાલત ગંભીર જણાતા ભક્તિનગર પોલીસે સોહિલ ઉર્ફે સોયલા વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ