રાજકોટનાં વોર્ડ નં 2માં આવેલા હરિહર ચોકમાં જૂના અને જર્જરિત આર્ક ટાઇપ ક્લવર્ટને દૂર કરીને તેના સ્થાને આધુનિક અને મજબૂત બોક્સ સ્લેબ ટાઇપ ક્લવર્ટનું કામ પૂર્ણ થતા છેલ્લા 1 વર્ષથી બંધ હરિહર ચોક ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ રસ્તો ખુલ્લો મુકવામાં આવતા લીમડા ચોકથી ચૌધરી હાઈસ્કૂલ તરફ આવતા-જતા હજારો વાહન ચાલકોને દરરોજ દોઢ કિલોમીટર લાંબો ફેરો ફરવામાંથી મુક્તિ મળી છે. હરિહર ચોક ખાતે નવું બોક્સ કલવર્ટ અને રિટેઈનિંગ વોલ બનાવવાની જટિલ કામગીરી દરમિયાન લોકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી શહેર પોલીસ કમિશનર દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત કાશી વિશ્ર્વનાથ મેઈન રોડથી હરિહર ચોક તરફ જતાં બંને તરફના માર્ગો વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયા હતા અને પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. સાથે જ વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક રૂૂટની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ ડાયવર્ઝનના કારણે લીમડા ચોક અને પંચનાથ મંદિર રોડથી હરિહર ચોક થઈ ચૌધરી હાઈસ્કૂલ તરફ જવા માગતા વાહનોને હેડ પોસ્ટ ઓફિસ, જ્યુબિલી ગાર્ડન ચોક અને જવાહર રોડ તરફથી ફરીને જવું પડતું હતું. આ ઉપરાંત હરિહર ચોકથી સદર પોલીસ ચોકી, સદર વન- વે, ફૂલછાબ ચોક તેમજ આર-વર્લ્ડ સિનેમા, શારદાબાગ સ્થિત આઈ.સી.આઈ.સી.આઈ. બેન્ક, ભીલવાસ ચોક અને કાશી વિશ્ર્વનાથ મેઈન રોડ થઈને વાહનોની અવરજવર થતી હતી. આ વૈકલ્પિક માર્ગોના કારણે વાહનચાલકોને દૈનિક 1થી 1.5 કિલોમીટર સુધી વધારાનો ફેરો કરવો પડતો હતો. સદર બજાર, હોસ્પિટલ ચોક અને ચૌધરી હાઈસ્કૂલ તરફ જતા અનેક લોકોને આ પ્રદક્ષિણાના કારણે સમય અને ઈંધણનો વ્યય સહન કરવો પડતો હતો. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન આ વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ પણ જોવા મળતુંહતું. જોકે હરિહર ચોકને ખુલ્લો મુકવામાં આવતા વાહનચાલકોને રાહત મળી છે.
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટના જંગલેશ્ર્વરમાં સામું કેમ જુએ છે કહી મિત્રને છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો
ભક્તિનગર પોલીસે હત્યાનો પ્રયાસ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો રાજકોટના જંગલેશ્વરમાં મિત્રના ઘરે બેઠેલા – યુવક... -
રાજકોટના લક્ષ્મીવાડીમાં સોનાના ચેઇનની ચિલઝડપ કરનાર બેલડી ઝડપાઈ
ચોરાઉ ચેઇનનો ઢાળિયો બનાવનાર સોની વેપારી પણ આરોપી : મુદ્ામાલ રિકવર રાજકોટના લક્ષ્મીવાડી રોડ પર પરિણીતાના... -
રાજકોટ જીલ્લામાં વેપારી સહિત ચાર લોકો સાથે 4.75 લાખની છેતરપિંડી
બેંક અધિકારીની ઓળખ આપી, ફોન હેક કરી પૈસા પડાવ્યાની ફરિયાદ રાજકોટ જીલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક...
