કાગદડી પાસે ટ્રકની ઠોકરે ટંકારાના વાછકપરના માલધારી યુવાનનું મોત

કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી : પરિવાર શોકમાં ગરકાવ

રાજકોટની ભાગોળે આવેલ કાગદડી નજીક પુરપાટ ઝડપે આવેલા ટ્રકે બાઈકને ઠોકરે લેતા બાઈક ચાલક માલધારી યુવકનું ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે બનાવના પગલે કુવાડવા પોલીસ દોડી ગઈ હતી અને અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
ટંકારાના વાછકપર ગામે રહેતો અશોક બુટાભાઈ ફાંગલીયા ઉ.21 નામનો યુવક ગત રાત્રીના આઠેક વાગ્યે ઘરેથી બાઈક લઈને કાગડદી ચોકડી નજીક ચા પીવા જતો હતો. ત્યારે કાગદડી પાટિયા પાસે પહોંચતા પાછળથી આવતા ટ્રક ચાલકે બાઇકને ઠોકર મારતા યુવક રોડ પર ફંગોળાયો હતો અને ટ્રકના તોતિંગ વહીલ યુવક પર ફરી વળ્યાં હતાં અકસ્માતના પગલે લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતા ટીમ દોડી આવી હતી. જો કે યુવકે ઘટનાસ્થળે જ દમ તોડી દિધો હતો બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મૃતક યુવક પશુપાલનનો વ્યવસાય કરતો હતો અને ચાર ભાઇમાં ત્રીજા નંબરનો હતો. અકસ્માત સર્જી નાશી છૂટેલા ટ્રક ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ