શહેરના નામાંકિત તબીબો સેવા આપશે : 10 દિવસની દવા, સોનોગ્રાફી, લેબ, એક્સ-રે, નેત્રમણી નિ:શુલ્ક રહેશે
સરગમ કલબ તબીબીક્ષેત્રે સુંદર કામગીરી કરી રહ્યું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સમ્રગ સૌરાષ્ટ્રના જરૂરીયાતમંદ ગરીબ દર્દીઓ માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિન નિમિતે સરગમ ક્લબ અને સ્વ સવિતાબેન છગનભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ) તેમજ અશોક ગોંધિયા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, બાન લેબ્સ કમ્પની, જે.વી.શેઠીયા ચેરી.ટ્રસ્ટ /ઇન્ડિયન મેડીકલ એસોસીએશન સહયોગથી સરગમ ક્લબ દ્રારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકોટના 80 જેટલા ડોકટરો વિવિધ પ્રકારના 30 જેટલા રોગોનું નિદાન વિનામુલ્યે કરશે.
કેમ્પ તા. 27/09/ને રવિવારના રોજ કોટક સ્કૂલ, મોટી ટાંકી પાસે, સવારે 8:30 કલાકે યોજાશે. સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, આ કેમ્પમાં સૌરાષ્ટ્રભરમાંથી આવનાર તમામ સામાન્ય અને જરૂરીયાત મંદ દર્દીઓને વિનામૂલ્યે સારવાર તેમજ દવા, લેબોરેટરી ટેસ્ટીંગ, કાર્ડીઓગ્રામ, એક્સ-રે, સોનોગ્રાફી, આ બધી સવલત ઉપલબ્ધ કરાશે અને સુવિધા પણ વિનામૂલ્યે અપાશે. કેમ્પમાં જનરલ ફિઝીશ્યન, ફેમેલી ફિઝીશ્યન, પ્લાસ્ટિક સર્જન, ઓર્થોપેડિક, આયુર્વેદિક, ન્યૂરો સર્જન, હાર્ટ સ્પેશ્યાલિસ્ટ, કેન્સર નિષ્ણાંત, માનસિક રોગ નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળરોગ, હોમિયોપેથિક, દાંત નાં રોગ, સ્કીન સ્પેશિયાલિસ્ટ, પેટ-આંતરડાના નિષ્ણાંત ડોકટરો પોતાની સેવા આપશે. કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ સવારે 8:30 કલાકે સીધા સ્થળ પર પહોંચી જવું.
આ કેમ્પમાં અમોને અશોક ગોંધિયા ચેરીટેબલ ટ્રસ્ટ, કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, બાન લેબ્સ કમ્પની, જે.વી.શેઠીયા ચેરી.ટ્રસ્ટ અશોક ગોંધિયા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ, રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, ઇન્ડિયન મેડિકલ એસોશિએશન, આર.બી. કોઠારી નિદાન કેમ્પ – રાજકોટનો ખાસ સહયોગ મળી રહ્યો છે. આ કેમ્પમાં રાજકોટના નામાંકિત ડોકટરો સેવા આપશે : ફેમીલી ફીઝીશ્યન ડો.નવલભાઈ શિલુ, ડો.જયેશભાઈ રાજ્યગુરુ, ડો.રશ્મીભાઈ ઉપાધ્યાય આંતરડા અને પેટ નાં નિષ્ણાત -ડો. ચેતનભાઈ મહેતા, ડો. પારસભાઈ શાહ આંખના સર્જન -ડો.અલ્પેશભાઈ ખેરડીયા, ડો.રમેશભાઈ સોલંકી, ડો.રેખાબેન ગોસલીયા,ડો. મનોજભાઇ ભટ્ટ હ્રદય અને જનરલ ફીઝીશ્યન ડો.અમિતભાઈ હપાણી, ડો.પારસભાઈ શાહ, ડો.રાજેશભાઈ તેલી, ડો.વિરુતભાઈ પટેલ, ડો.જીગ્નેશભાઈ દોશી, ડો. કમલભાઈ પરીખ, ડો. જયેશભાઇ ડોબરિયા, ડો. બાકુલ એમ. વેકરીયા વગેરે સેવા આપશે.
