રાજકોટ જિલ્લા સેવા સદન ખાતે આવતીકાલે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને આવતીકાલે સવારના જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાશે, જ્યારે બપોર બાદ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળશે. ખાસ કરીને લેન્ડ ગ્રેબિંગ બેઠકમાં જમીન પચાવી પાડવા સંબંધિત 30 જેટલી અરજીઓ-કેસો હાથ પર લેવામાં આવનાર હોવાથી ભૂમાફિયાઓ પર કાયદાકીય તવાઈના એંધાણ વર્તાઈ રહ્યા છે. બપોર પછી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એકટ હેઠળ રચાયેલી ખાસ કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં શહેર અને જિલ્લામાંથી આવેલી ખાનગી તેમજ સરકારી જમીનો પચાવી પાડવાની 30 જેટલી ગંભીર ફરિયાદોની સમીક્ષા કરવામાં આવશે. આ પૈકી પારદર્શક તપાસના ભાગરૂૂપે 10 જેટલા અરજદારોને રૂૂબરૂૂ હાજર રહેવા માટે તેડું મોકલવામાં આવ્યું છે, જ્યાં તેઓની રૂૂબરૂૂ આપવીતી અને પુરાવાઓની ચકાસણી કરવામાં આવશે.આ બેઠકમાં જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, પોલીસ કમિશનર ડીસીપી એસીપી સાહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહે છે.
રિલેટેડ ન્યૂઝ
-
આજે મનપાનું જનરલ બોર્ડ: મટકી ફોડનો રૂા.32 લાખનો ખર્ચ, ડે.મેયરના આવાસનો મુદ્દો ગાજશે
વોટર વર્કસ, આંગણવાડી સહીત 25 પ્રશ્નો બોર્ડમાં રજુ થશે સભા દરમિયાન કોંગ્રેસ અને ભાજપ સામસામી આવી... -
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવે ફાળવેલ ગ્રાન્ટમાંથી સુવિધા વધારવામાં આવી
ત્રંબાના ત્રિવેણી સંગમનો વિકાસ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના તત્કાલીન વાઇસ ચેરમેન અને હાલના ગુજરાત ભાજપ પ્રદેશ... -
વ્યાજ માફીના 1 કરોડ રૂપીયા જતા કરતા મનપાને વેરાની રૂા.7.22 કરોડની આવક
10 હજાર સુધીના વ્યાજમાફીની યોજના ફળી 3961 લોકોએ વ્યાજમાફીનો લાભ લીધો: માત્ર પાણી વેરા પેટે રૂા.11.32...
