આંગણવાડીની યોજનાઓ અને લોકસેવાની પધ્ધતીઓ જોઇ વિદેશી મહેમાનો પ્રભાવિત
રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટિલાળાના જનસંપર્ક કાર્યાલય તેમજ તેમના વિસ્તારની આંગણવાડીની નાઈજીરિયા દેશના એક ઉચ્ચ સ્તરીય સરકારી પ્રતિનિધિ મંડળે સદભાવના મુલાકાત લેતા રાજકોટ સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ વૈશ્ર્વિક સ્તરે વધ્યું છે. ’વસુધૈવ કુટુંબકમ’ની ભાવના આ મુલાકાત દરમિયાન પ્રત્યક્ષ જોવા મળી હતી.આ મુલાકાતમાં નાઈજીરિયા દેશના માનવ બાબતો અને સામાજિક વિકાસ મંત્રી (ખશક્ષશતયિિં જ્ઞર ઇીંળફક્ષ અરરફશતિ ફક્ષમ જજ્ઞભશફહ ઉયદયહજ્ઞાળયક્ષિ)ં ઈમાન સુલેમાન ઈબ્રાહીમ, તીનુબુ સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ માનનીય અમીનુ સુલેમાન, અગ્રણી ઉદ્યોગપતિ મયુરભાઈ પટેલ, તેમજ પ્રતિનિધિ મંડળના સભ્યો હબીબુ લાબો, આઈશા સિરાજો ઈબ્રાહીમ અને રુકાયા મોહમ્મદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય રમેશભાઈ ટિલાળા અને રાજકોટ મહાનગર પાલિકાના શિશુ કલ્યાણ અને અગ્નિશામક વિભાગના ચેરમેન કેતનભાઈ પટેલ દ્વારા તમામ વિદેશી મહેમાનોનું ભારતીય સંસ્કૃતિ મુજબ ઉષ્માભર્યું અને લાગણીસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન નાઈજીરિયાના મંત્રી અને ડેલીગેશને ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલયની મુલાકાત લઈ, સામાન્ય નાગરિકોના પ્રશ્ર્નોના ઉકેલ માટેની ટેકનોલોજી અને લોકસેવાની સરળ પ્રણાલીને નજીકથી નિહાળી હતી. ત્યારબાદ, પ્રતિનિધિ મંડળે વિસ્તારની આંગણવાડીની મુલાકાત લીધી હતી. જ્યાં ગુજરાત સરકાર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ, સ્વાસ્થ્ય અને પોષણ માટે ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અને સુવિધાઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી.
