શહેરના ગોપાલ ચોક નજીક સોમનાથ સોસાયટી-22માં ગત તા.20/07/2026 ના રોજ બનેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ખ્યાતનામ એડવોકેટ રૂૂપરાજસિંહ પરમારની સ્પે.પી.પી. તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ, બનાવની રાત્રે ફરિયાદી લાખાભાઈ સુરેશભાઈ ધોળકીયા અને તેમના પિતા સુરેશભાઈ ઘરે હતા ત્યારે સુરેશભાઈના ભાઈ રાજેશભાઈનો ફોન આવ્યો હતો કે કૌટુંબિક સંબંધી આરોપી હાર્દિક ધોળકીયા ઘર પાસે ગાળાગાળી કરે છે. જેથી સુરેશભાઈ અને લાખાભાઈ કારમાં ત્યાં પહોંચ્યા હતા. ત્યાં હનુભાઈ ધોળકીયા અને શીવાભાઈ ડોંડા હાજર હતા. સમજાવવા જતાં આરોપી હાર્દિકે “અમારો ભાગ કેમ આપતા નથી” કહી પડખામાંથી છરી કાઢી સુરેશભાઈને છાતીમાં જીવલેણ ઘા માર્યો હતો. વચ્ચે પડેલા રાજેશભાઈને પણ છાતી, પડખા, જાંઘ અને હાથ સહિત અનેક ભાગે છરીના ઘા માર્યા હતા. છોડાવવા ગયેલા લાખાભાઈને પણ ઈજા પહોંચાડી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બંને ભાઈઓને ખાનગી હોસ્પિટલ ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. ચકચારી ડબલ મર્ડર કેસમાં સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ખ્યાતનામ એડવોકેટ રૂૂપરાજસિંહ પરમારની સ્પે.પી.પી. તરીકે નિમણૂક કરવામાં આવી છે.
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટમાં એક મહિનામાં આઠ ગુનામાં 11.82 લાખનો માદક પદાર્થ ઝડપાયો
યુવાધનને નશાથી દૂર રાખવા અવેરનેશ કાર્યક્રમો વધારવા પો. કમિશ્નરની સુચના રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને... -
રાજકોટ સહિત રાજ્યભરમાં વેપારીઓને શીશામાં ઉતારનાર ગઠિયો ઝડપાયો
અમદાવાદનો શખ્સ ઉધારમાં માલ મંગાવી ગાયબ થઈ જતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ‘તી જસદણ શહેરના ચીતલીયા રોડ... -
રાજકોટની મહિલાએ સુરતમાં લુંટના ઇરાદે ઘરમાં ઘુસી વૃધ્ધાની કરી હત્યા
પુત્રએ દેકારો કરતા મહીલા 7 તોલા સોનું મુકી નાસી છુટી છતા પોલીસે ઝડપી પાડી 300થી વધુ...
