આઈ-હબ ગુજરાત અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન (છઊઅ)ના સંયુક્ત ઉપક્રમે ગત તા. 15 સપ્ટેમ્બર, 2026 ના રોજ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના કોન્ફરન્સ રૂૂમ ખાતે ડેમો ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આશાસ્પદ સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગપતિઓ, બિઝનેસ લીડર્સ, રોકાણકારો, મેન્ટર્સ અને ટેક્નોલોજી નિષ્ણાતો સાથે સીધા જોડવા માટે સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ પછાણી, આઈ-હબના ઘજઉ ભગીરથ ભટ્ટ, ડો. રશ્ર્મિન તન્ના, યોગેશ રાઠોડ તથા પારા સોલંકી સહિતના મહાનુભાવો અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કર્યા હતા. ડેમો ડે દરમિયાન પસંદગી પામેલા કુલ 11 સ્ટાર્ટઅપ્સે પોતાના નવીન ઉત્પાદનો, ટેક્નોલોજી, બિઝનેસ મોડલ અને ઉદ્યોગલક્ષી સોલ્યુશન્સની રજૂઆત કરી હતી. આ રજૂઆતો થકી સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગજગત સમક્ષ પોતાની ટેક્નોલોજી અને ઉત્પાદનની ઉપયોગિતા રજૂ કરવાની તેમજ સંભવિત ગ્રાહકો, રોકાણકારો, મેન્ટર્સ અને બિઝનેસ પાર્ટનર્સ સાથે સંવાદ સાધવાની તક મળી હતી. આ સ્ટાર્ટઅપ્સ સોલાર એનર્જી, એનર્જી ટેક્નોલોજી, ઇલેક્ટ્રિક મોટર અને કંટ્રોલર, હેલ્થકેર અને ન્યુટ્રિશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એઆઇસીસીટીવી, મેડિકલ ઇક્વિપમેન્ટ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, મેન્યુફેક્ચરિંગ ઇન્ટેલિજન્સ, બી-ટુ-બી ઈ-કોમર્સ તથા રિન્યુએબલ એનર્જી જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. ડેમો ડે જેવા કાર્યક્રમો સ્ટાર્ટઅપ્સ માટે માર્કેટ એક્સેસ, સંભવિત ગ્રાહકો અને ઉદ્યોગો સાથે જોડાણ, રોકાણ અને ફંડિંગની તકો, બિઝનેસ મેન્ટરિંગ, ટેક્નોલોજી વેલિડેશન, વ્યૂહાત્મક ભાગીદારી તથા કોમર્શિયલાઇઝેશન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જફિિિીંાં- ઈંક્ષમીતિિું ઈજ્ઞક્ષક્ષયભનિાં માધ્યમથી નવીન ટેક્નોલોજી અને વિચારોને વાસ્તવિક ઔદ્યોગિક તથા વ્યાવસાયિક તકો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આઈ-હબ ગુજરાત અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા આયોજિત આ ડેમો ડેએ સ્ટાર્ટઅપથી ઉદ્યોગ અને નવીનતાથી બજાર વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ મંચ પૂરું પાડયું હતું. આવા પ્રયાસો થકી રાજકોટ તથા ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ વેગ મળે અને નવી તકો ઊભી થાય તે દિશામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રિલેટેડ ન્યૂઝ
-
રાજકોટ ડિવિઝને બેડી પોર્ટથી આયાતી કોલસાનું ગાંધીનગરના નવા ગંતવ્ય માટે પ્રથમ લોડિંગ કર્યું
આ લોડિંગથી રેલવેને આશરે રૂા.40 લાખની માલભાડા આવક પ્રાપ્ત થઈ રાજકોટ ડિવિઝને માલવાહક પરિવહનના ક્ષેત્રમાં એક... -
સ્માર્ટ મીટર – સ્માર્ટ વપરાશ – સ્માર્ટ બચત સ્માર્ટ મીટર લેવામાં રાજકોટ જિલ્લાની નોંધપાત્ર સિદ્ધિ : 42 હજારથી વધુ ગ્રાહકો જોડાયા
ગ્રાહકોને મળ્યું રૂ. 1.70 કરોડથી વધુનું વળતર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (પી.જી.વી.સી.એલ.) દ્વારા વીજ ગ્રાહકોને... -
હવે વિધાસહાયકની બદલીની પ્રક્રિયા જાહેર કરો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ
વિધાસહાયકની ભરતીની પ્રક્રિયાને આવકારી મહાસંઘે સરકાર સમક્ષ રજૂઆત કરી રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 5...
