યુવાનોને નશાથી દૂર રાખવા અવેરનેસ કેમ્પેઈન વધારવા સૂચના આપતાં રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા

ઓગષ્ટમાં 10ર કેસ કરીને રૂા.ર0,400નો દંડ વસુલાયો

રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. જેમાં પોલીસ કમિશનરએ નશીલા ડ્રગ્સના દુષણથી યુવાનો દૂર રહે તે માટે ખાસ કરીને કોલેજ-યુનિવર્સિટીમાં ડ્રગ્સ અવેરનેસ કેમ્પેઈન વધારવા સૂચના આપી હતી.
બેઠકમાં જણાવાયું હતું કે, રાજકોટ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી જાગૃતિ ફેલાવવા માટે વિશેષ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.તા. 02/09/2026 થી તા. 06/09/2026 દરમિયાન રેસકોર્ષ ખાતે યોજાયેલા ‘વિકાસથી વિરાસત’ લોકમેળામાં નશાકારક પદાર્થોના સેવન અને વેચાણ વિરોધી બેનરો લગાવી લોકોને જાગૃત કરાયા હતા. ઉપરાંત વિવિધ સ્કૂલ ખાતે સેમિનાર યોજી વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા માર્ગદર્શન અપાયું હતું. તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં બેનરો અને એલઇડી સ્ક્રીન પર નશા વિરોધી સ્લાઈડો દર્શાવી વ્યાપક લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.
આ બેઠકમાં જણાવાયું હતું કે, ગઉઙજ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરતા તા. 20/08/2026થી અત્યાર સુધીમાં શહેરમાં કુલ 08 કેસો નોંધી રૂ. 11,82,710નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 16.958 કિલોગ્રામ ગાંજો (કિંમત રૂ. 8,47,700) અને 116.67 ગ્રામ મેફેડ્રોન/ખઉ (કિંમત રૂ. 3,35,010) કબ્જે કરાયું છે.
જાહેર આરોગ્ય અને કાયદાના પાલન માટે ’ઈઘઝઙઅ’ (સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન અધિનિયમ) હેઠળ ઓગસ્ટ માસમાં પોલીસ વિભાગ દ્વારા 102 કેસ કરીને રૂ. 20,400નો દંડ કરાયો આવ્યો હતો. તેમજ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ઓગસ્ટ માસમાં સેન્ટ્રલ, ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં કુલ 77 પાવતીઓ આપી રૂ. 2130નો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી બેઠકમાં ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી. શ્રી જગદીશ બાંગરવા, ડી.સી.પી.-ઝોન 2 રાકેશ દેસાઈ, એસ.ઓ.જી.ના પી.આઈ. એન.બી.ચૌધરી, પી.એસ.આઈ. વી.વી. ધ્રાંગુ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ