21 જેટલા લેખકોને પુષ્પગુચ્છ-ખેંસ પહેરાવી અભિવાદન
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃતિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા સમાજમાં વિચારદાન, જ્ઞાન, સંવાદ અને સકારાત્મક ભાવના ફેલાવવામાં અને શબ્દો દ્વારા સમાજને નવી દિશા, નવીન વિચાર આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર રાજકોટ નિવાસી વિવિધ વર્તમાનપત્રો, સામયિકો અને અન્ય માધ્યામોમાં કોલમ લખતા કટાર લેખકો, પ્રાસંગિક લેખો લખતા લેખકો અને ચર્ચાપત્રો લખતા ચર્ચાપત્રીઓનો ગરિમાપૂર્ણ શબ્દ બ્રહ્મ સન્માન અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં 21 શબ્દના સાધકોનું લાગણીસભર સન્માન કરવામાં આવેલ. સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા વર્ષોથી કોલમ લખતા કટાર લેખકો ડો.રમેશભાઈ ભાયાણી, નિલેશ પંડ્યા, અરૂૂણ દવે, બાલેન્દુ જાની, વિઠલભાઈ વઘાસિયા,આર.પી. જોષી, નટવર આહલપરા, એસ.બી.ગોહિલ, ધર્મેન્દ્રસિંહ રાઠોડ તેમજ પ્રસંગિક લેખો અને ચર્ચાપત્રો લખતા બાલુભાદ તેનપરા, પ્રવીણભાઈ ગજ્જર, વિનુભાઇ ઝગડા, હિંમતભાઈ લાબડીયા, કુમારભાઈ ગાંધી, ભરતભાઈ અંજા, હીયા, રાજદીપભાઈ જોષી, કમલ જરોલી, પરેશ રાજગોર, ફોરમ ગાંધી, પ્રદીપ ટોળિયા,નટુભાઈ ચૌહાણ, પ્રભુભાઈ થોરીયાનું પુષ્પગુચ્છ આપી, ખેસ પહેરાવી, પુસ્તક,પેન આપી તેમજ શાલ ઓઢાડીને લાગણીસભર શબ્દ બ્રહ્મ સન્માન અભિવાદન કરવામાં આવેલ. તેમજ શબ્દની સાધના સદા સર્વદા કરતા રહો માં શારદાના આશીર્વાદ અવિરત વરસતા રહે એવી શુભકામનાઓ પાઠવેલ. આ પ્રસંગે કવિ પ્રદીપ રાવલ, હરનેશભાઈ સોલંકી, શરદભાઈ દવે, પ્રણવ બક્ષી,નરેન્દ્રભાઈ વિઠલાણી, કે.જે.માવાણી, પરેશભાઈ પંડ્યા, ભરતભાઈ ત્રિવેદી,મહેન્દ્રભાઈ કક્કડ, પરેશભાઈ અંતાણી, પરેશભાઈ દવે, પિયુષભાઈ હિંડોચા સહિતના સાહિત્યપ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ કાર્યક્રમનું સંચાલન અનુપમ દોશીએ કરેલ. આભારવિધિ જનાર્દન આચાર્યે કરી હતી. સમગ્ર આયોજનની સફળતા માટે હસુભાઈ શાહ, સુધીર દત્તા, જયેન્દ્રભાઈ મહેતા,પ્રકાશ હાથી, દિનેશભાઈ ગોવાણી, વિપુલભાઈ ભટ્ટ, ઉપમન્યુભાઈ રાવલ, રમેશ શિશાંગીયા કાર્યરત રહેલ.
