બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે સંગીત જલસો
સરગમ ક્લબ સંચાલિત સીનીયર સીટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટ માં તા.23/09/26 ને બુધવાર નાં રોજ 5:30 કલાકે ફ્રેન્ડઝ મ્યૂઝિકલ ગ્રુપ દ્રારા અને તા. 25/09 શુક્રવાર નાં રોજ 5:30 કલાકે ચંદન મ્યૂઝિકલ ગ્રુપ ” દ્રારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ તા. 26/09શનિવાર નાં રોજ 5:30 કલાકે રિધમ ગાર્ડન ગ્રુપ” દ્રારા એક સંગીત સંધ્યા તા. 27/09ને રવિવારે સાંજે 5:30 કલાકે દિલસુંદર કરાઓકે મ્યૂઝિકલ ગ્રુપ દ્રારા એક સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ ઇવનિંગ પોસ્ટનાં ઇન્ચાર્જ મનસુખભાઈ મકવાણા, સહ ઇન્ચાર્જ જયપાલસિંહ ઝાલા, હરનેશભાઈ સોંલકી, નીલાબેન હિડોયા, છાંડરેશભાઈ ચૌહાણ, પ્રવિણસિંહ તેમજ દિલીપભાઇ સોની વગેર જહેમત ઉઠાવી રહ્યા છે.
