સૌરાષ્ટ્ર યુનિ. શૈક્ષણિક કર્મચારીઓની મંડળી દ્વારા નિવૃત પ્રાધ્યાપકોનું સન્માન થશે

કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશી, મેયર ડો. નેહલ શુક્લ અને પૂર્વ ઉપકુલપતિ ડો. કલ્પક ત્રિવેદીની પ્રેરક ઉપસ્થિતિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ડો. ઉત્પલ જોશીના અધ્યક્ષસ્થાને યોજાનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી ની આડત્રીસમી વાર્ષિક સાધારણ સભા તા . 24 /09/2026 , ગુરુવારના રોજ સાંજે સાડા ચાર વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં આર્ટ ગેલેરી હોલમાં મળશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી દ્વારા તાજેતરમાં નિવૃત થયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમર્સ ભવનના પૂર્વ અધ્યક્ષ પ્રોફે. દક્ષાબા પ્રતાપસિંહ ચૌહાણ, તથા હોમ સાયન્સ ભવનના પૂર્વ અઘ્યક્ષ પ્રોફે. નીલામ્બરીબેન દવે, બાયો સાયન્સ ભવનના પૂર્વ અઘ્યક્ષ પ્રોફે. રાહુલ કુંડુ, હોમ સાયન્સ ભવનના પૂર્વ અઘ્યક્ષ પ્રોફે. એચ. ડી. જોશી તથા ભૌતિક શાસ્ત્ર ભવનના પૂર્વ પ્રોફેસર અને મંડળીના ઉપપ્રમુખ ડો. જયંત ભાલોડિયાનો નિવૃતી અભિવાદન સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલ જોશીના અધ્યક્ષસ્થાને તા. 24/09ને ગુરૂવારનાં રોજ સાંજે સાડા ચાર કલાકે આર્ટ ગેલેરીના સેમીનાર હોલમાં યોજાશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ અને અતિથી વિશેષ તરીકે જાણીતા શિક્ષણવિદ અને સૌરાષ્ટ યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડો. કલ્પક ત્રિવેદીની ઉપસ્થિત રહેશે. શુક્રવાર તા : 24/09ના રોજ યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની આડત્રીસમી વાર્ષિક સાધારણ સભાની,સાથોસાથ વય મર્યાદાને કારણે નિવૃત થનાર પાંચ અધ્યાપકોના અભિવાદન સમારોહને સફળ બનાવવા માટે અધ્યાપકોની સહકારી મંડળીના પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડિયા, ઉપપ્રમુખ પ્રો.જે.એ. ભાલોડિયા, મંત્રી પ્રો. વી.જે. કનેરીયા, સહમંત્રી પ્રો.યોગેશ જોગસણ, ખજાનચી ડો.રંજનબેન ખૂંટ, કારોબારી સભ્યો – પ્રો.સંજય ભાયાણી, પ્રો.આર. બી. ઝાલા, પ્રો.અતુલભાઈ ગોસાઈ, પ્રો.નિકેશ શાહ, ડો. રેખાબા જાડેજા, પ્રો. મનીષ શાહ, ડો.અશ્વિનભાઈ સોલંકી અને ડો.ભરતભાઈ ખેર જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમના ઉદઘોષક તરીકે મનોવિજ્ઞાન ભવનના વરિષ્ઠ પ્રોફેસર ડો. યોગેશ જોગસણ સેવા આપશે.

રિલેટેડ ન્યૂઝ