રાજકોટમાં આર્થિકભીંસથી કંટાળી હેરસલુનના ધંધાર્થીનો આપઘાતનો પ્રયાસ

ઉછીના નાણા લઇ દુકાન ચાલુ કર્યા બાદ ધંધો નહીં ચાલતા ફિનાલિ પી લીધુ

શહેરમાં માધાપર ચોકડી પાસે આવેલી વોરા સોસયટીમાં રહેતા યુવાને ઉછીના રૂપિયા લઇ હેર સલૂનની દુકાન ચાલુ કર્યા બાદ ધંધો નહીં ચાલતા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માધાપર ચોકડી પાસે આવેલી વોરા સોસયટીમાં રહેતા રવિ હસમુખભાઇ રાઠોડ નામનો 24 વર્ષનો યુવાન અયોધ્યા એવન્યુ ખાતે આવેલી પોતાની જેકે સલૂન નામની દુકાને હતો ત્યારે ફિનાઇલ પી લીધુ હતું. યુવકની તબિયત લથડતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં રવિ રાઠોડ માતા-પિતાનો આધારસ્થંભ અને બે બહેનોનો એકનો એક ભાઇ છે. રવિ રાઠોડે ઉછીના રૂપિયા લઇ ત્રણ મહિના પહેલા જેકે સલૂન નામે દુકાન ચાલી કરી હતી. પરંતુ ધંધો નહી ચાલતા યુવાને ફિનાઇલ પી લીધુ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ