આંગણવાડી કાર્યકર, હેલ્પરની ભરતી પ્રક્રિયા અંગે મનપા દ્વારા સૂચના જાહેર

અરજીમાં ભૂલ સુધારવાનો અવકાશ ન હોવાથી ઉમેદવારોએ તમામ માહિતી ચકાસી લેવા અપીલ

રાજકોટ મહાનગરપાલિકા આઇસીડીએસ વિભાગદ્વારા આંગણવાડી કાર્યકર/હેલ્પરની ભરતી માટે ઓનલાઈન અરજી કરતા તમામ અરજદારોને અરજી પ્રક્રિયા દરમિયાન ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે. અપીલ સુનાવણી દરમિયાન જાણવા મળેલ છે કે કેટલાક અરજદારો દ્વારા સાયબર કાફે મારફતે ઓનલાઈન ફોર્મ ભરાવ્યા બાદ તેમાં દર્શાવેલ વિગતો તથા અપલોડ કરાયેલા દસ્તાવેજોની યોગ્ય રીતે ચકાસણી કર્યા વિના ઋશક્ષફહ જીબળશિં કરવા માં આવેલ છે. પરિણામે અરજી પ્રક્રિયા દરમિયાન મુશ્ર્કેલી ઊભી થવાની શક્યતા રહે છે. તમામ અરજદારોએ નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવા અનુરોધ કરવામાં આવે છે. સાયબર કાફે મારફતે ફોર્મ ભરાવ્યા બાદ ફોર્મમાં દાખલ કરવામાં આવેલી તમામ વિગતોજાતે કાળજીપૂર્વક ચકાસ્યા બાદ જ ઋશક્ષફહ જીબળશિં કરવું. વેબસાઇટ પર આપવામાં આવેલનિયત નમૂનાનું સ્વઘોષણા પત્રકજ અપલોડ કરવું. જે વોર્ડ માટે અરજી કરવામાં આવે છે, તે જ વોર્ડનોમાન્ય રહેઠાણનો પુરાવોઅપલોડ કરવો. ગ્રેડ/સ્કોર દર્શાવતી માર્કશીટ હોય તો ગુણની ગણતરી દર્શાવતુંજરૂૂરી પ્રમાણપત્ર જોડવું. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વેબસાઇટ પર આપવામાં આવેલીફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચનાઓધ્યાનપૂર્વક વાંચી તેનો યોગ્ય રીતે અમલ કરવો. ઋશક્ષફહ જીબળશિં કરતાં પહેલાંદાખલ કરેલી તમામ વિગતો તથા અપલોડ કરાયેલા તમામ દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી કરવી. અરજી સબમિટ કર્યા બાદ કોઈ ક્ષતિ રહી ગઈ હોવાનું જણાય તો, લાગુ પડતી ભરતીની જોગવાઈઓ/પોર્ટલની સુવિધા મુજબફરીથી નવેસરથી અરજી કરી શકાશે.અરજીમાં કોઈ ભૂલ ન થાય તથા ભરતી પ્રક્રિયા દરમિયાન અરજદારોને કોઈ મુશ્ર્કેલી ન પડે તે હેતુસર તમામ અરજદારોને ઉપરોક્ત સૂચનાઓનું કાળજીપૂર્વક પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ