અલગ-અલગ ત્રણ સ્થળે ત્રણ લોકોએ જવલનશીલ પ્રવાહી પી લેતા તબિયત લથડી
શહેરમાં બેડી ચોકડી પાસે હોટલમાં કામ કરતા બનેવીને મળવા આવેલા રાજસ્થાની યુવકનું તાવની બીમારી સબબ મોત નીપજ્યુ હતું. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બેડી ચોકડી પાસે આવેલી હોટલમાં કામ કરતા બનેવીને રાજસ્થાનથી મળવા આવેલા પપુરામ મોદેદરાય સીરોજ (ઉ.વ.20)ને તાવની બીમારી સબબ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનુ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. આ ઉપરાંત અન્ય બનાવમાં જૂદા-જૂદા ત્રણ સ્થળે ત્રણ લોકોએ જ્વલનશીલ પ્રવાહી પી લીધુ હતું. જેમાં સત્યસાઇ રોડ પર રીધ્ધિબેન આશીષભાઇ સુરણીયા (ઉ.વ.43)એ ફિનાઇલ, જડેશ્ર્વર પાર્કમાં રચનાબેન ગોવિંદભાઇ (ઉ.વ.31)એ બીમારીથી કંટાળી ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને પોપટપરામાં વિજય મનુભાઇ સોલંકી (ઉ.વ.28)એ માથાના દુખાવાથી કંટાળી બીમારીની વધુ પડતી દવા પી લીધી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
