35 દિવસ પૂર્વે ઓડીશાથી એક કરોડનો માદક પદાર્થ સપ્લાય કર્યો’તો
રંગીલા રાજકોટને ડ્રગ્સનું ધામ બનતું અટકાવવા અને ’સે નો ટુ ડ્રગ્સ’ અભિયાન અંતર્ગત રાજકોટ શહેર એસઓજી અને કાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. 35 દિવસ પૂર્વે બામણબોર નજીકથી સ્ટીલના પાઈપ ભરેલી ટ્રકમાં ઓડીશાથી તાલપત્રી નીચે સંતાડી મોકલેલ રૂળ કરોડના 204.900 કિલોગ્રામ ગાંજાનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસમાં ફરાર બન્ને સપ્લાયરને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા છે.
એસઓજી દ્વારા કુલ રૂ. 1.55 કરોડનો મુદ્દામાલ કબ્જે કરીને આંતરરાજ્ય ડ્રગ્સ ગત તા 18 ઓગસ્ટના રોજ એસઓજીની ટીમે બામણબોર પાસે વોચ ગોઠવી સ્ટીલના પાઈપ ભરેલા ટ્રકને અટકાવી તપાસ કરતા બાચકાઓમાં જુદા-જુદા પેકેટ્સમાં છૂપાવેલો રૂ.1 કરોડનો 204.900 કિલો ગાંજો મળી આવ્યો હતો. એસઓજીએ સ્થળ પરથી બે ટ્રક ચાલકો મહમદ ઉર્ફે કાળો હુસેન સર્વદી (ઉ.વ. 26, રહે. ઉપલેટા) અને અરબાઝ સલીમ સંધી (ઉ.વ. 27, રહે. ભગવતીપરા, રાજકોટ)ની ધરપકડ કરી હતી. તેમની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ જથ્થો જંગલેશ્વરના રજમીન ઉર્ફે રમીજ ઉર્ફે માયા રજાક પતાણીએ ઓરિસ્સાથી મગાવ્યો હતો અને ટ્રક ડ્રાઈવરોને આ ફેરા માટે રૂા. 20 હજાર ચૂકવવાનું નક્કી કરાયું હતું. ગાંજાનો આ જથ્થો મોકલનાર મુખ્ય સૂત્રધાર અમિત ઉર્ફે અમીન ઉર્ફે ગુરખો ખમીશાભાઈ કાતીયાર (ઉ.વ. 28) ઓરિસ્સામાં ભાડાની ઓરડી રાખીને ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો. આ કેસની આગળની તપાસ ક્રાઈમ બ્રાંચને સોપવામ આવી હતી.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમીશ્નર ચૈતન્ય મંડલીક, ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા અને એસીપી બી.બી. બસીયાની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ તથા પીએસઆઈ એસ.એમ. રાણાની ટીમે 1 કરોડના ગાંજાના સુત્રધાર અમિત ઉર્ફે ગુરખો અને તેના ભાઈ સિકંદર ઉર્ફે ઈમરાન ઉર્ફે ઉદેડો (ઉ.વ. 26, રહે. હડાળાગામ, મોરબી રોડ)ને હડાળા ગામના પાટીયા નજીકથી ઝડપી પાડ્યા છે.
આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અમિત ઉર્ફે ગુરખો આંતરરાજ્ય ગુનેગાર છે, જેની સામે મોરબી, કુવાડવા, થોરાળા, ભક્તિનગર અને બી.ડી.વી. પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત ઓરિસ્સાના કે.નવાગાવ અને બેલઘર પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે એનડીપીએસ સહિતના ગંભીર કેસો દાખલ થયેલા છે.
ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ સાથે પીએસઆઈ એસ.એમ.રાણા, એ.એસ.આઇ. ભરતભાઈ હરજીભાઈ વનાણી, ઘનશ્યામભાઈ લાભુભાઈ મેણીયા, મહેશભાઈ અશોકભાઈ સોલંકી, પો.હેડ.કોન્સ. સંજયભાઈ સેલાભાઈ અલગોતર, રાહુલ વિજયભાઈ ગોહીલ, સુભાષભાઈ સોંડાભાઈ ઘોઘારી, મોહીલરાજસિંહ ગોહીલ, ધર્મરાજસિંહ રામદેવસિંહ રાણા, નીકુંજભાઈ ધીરજલાલ મારવીયા સહીતની ટીમે કામગીરી કરી હતી.
